ભારત અને અફઘાનિસ્તાન વચ્ચે 3 મેચની T20 આંતરરાષ્ટ્રીય શ્રેણીની પ્રથમ મેચ નવી દિલ્હીના અરુણ જેટલી સ્ટેડિયમમાં રમાઈ રહી છે.ભારતીય કેપ્ટન શ્રેયસ અય્યરે ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો. લાંબા સમય બાદ ભારતીય ટીમની પ્લેઇંગ-11માં ઝડપી બોલર જસપ્રીત બુમરાહની પણ વાપસી થઈ છે.બુમરાહે મેદાન પર પરત ફરતાની સાથે જ પોતાની અસર છોડી દીધી હતી. અફઘાનિસ્તાનની ઇનિંગ્સની પ્રથમ ઓવરમાં જ તેણે રહમાનુલ્લાહ ગુરબાઝને આઉટ કરીને ભારતને શરૂઆતની સફળતા અપાવી. આ વિકેટ સાથે બુમરાહે T20 ક્રિકેટમાં એક મોટી વ્યક્તિગત સિદ્ધિ પણ મેળવી છે.
T20 ક્રિકેટમાં 350 વિકેટ પૂર્ણ
રહમાનુલ્લાહ ગુરબાઝની વિકેટ બુમરાહની T20 કારકિર્દીની 350મી વિકેટ હતી. આ સાથે તે T20 ક્રિકેટમાં 350 કે તેથી વધુ વિકેટ લેનાર માત્ર ત્રીજો ભારતીય ખેલાડી બની ગયો છે.બુમરાહે ગુરબાઝને ઇનિંગ્સની પ્રથમ ઓવરમાં જ શૂન્ય રને પેવેલિયન મોકલી દીધો હતો. અભિષેક શર્માએ સ્લિપમાં તેનો કેચ ઝડપી લીધો હતો. આ વિકેટ સાથે બુમરાહે ભારતીય T20 ક્રિકેટના દિગ્ગજ બોલરોની ખાસ યાદીમાં પોતાનું સ્થાન બનાવ્યું છે.આ યાદીમાં સૌથી આગળ યુઝવેન્દ્ર ચહલ છે, જ્યારે ભુવનેશ્વર કુમાર બીજા સ્થાને છે. હવે બુમરાહ પણ આ ખાસ ક્લબમાં સામેલ થઈ ગયો છે.
T20 ક્રિકેટમાં સૌથી વધુ વિકેટ લેનાર ભારતીય

બુમરાહની ફિટનેસ પર રહેશે નજર
અફઘાનિસ્તાન સામેની આ T20 શ્રેણી દરમિયાન બુમરાહની ફિટનેસ પર ટીમ મેનેજમેન્ટની ખાસ નજર રહેશે. ભારતીય ટીમનું આગામી ક્રિકેટ સમયપત્રક વ્યસ્ત છે અને આવી સ્થિતિમાં બુમરાહનું સંપૂર્ણ રીતે ફિટ રહેવું ટીમ માટે ખૂબ મહત્વનું છે.આગામી સમયમાં ભારતને ન્યૂઝીલેન્ડના પ્રવાસ સહિત અનેક મહત્વની શ્રેણીઓ રમવાની છે. આવી સ્થિતિમાં બુમરાહ ભારતીય ટીમના મુખ્ય ઝડપી બોલરોમાંથી એક તરીકે મહત્વની ભૂમિકા ભજવશે.અફઘાનિસ્તાન સામેની પ્રથમ T20માં વાપસી સાથે જ 350 T20 વિકેટનો આંકડો પાર કરીને બુમરાહે ફરી એકવાર પોતાની ખાસ ઓળખ સાબિત કરી છે. હવે ચાહકોની નજર સમગ્ર શ્રેણીમાં તેના પ્રદર્શન અને ફિટનેસ પર રહેશે.
આ પણ વાંચો – IND vs AFG 1st T20I : Vaibhav Sooryavanshi પ્લેઇંગ-11માંથી બહાર, સામે આવ્યું મોટું કારણ
