Jos Buttlerએ T20I ક્રિકેટમાં રોહિત શર્માને પછાડ્યો, પોતાના નામે કર્યો આ રેકોર્ડ

📅 Published: September 16, 2026 | 📂 Category: cricket

ઇંગ્લેન્ડના સ્ટાર બેટર જૉસ બટલરે T20 ઇન્ટરનેશનલમાં વધુ એક મોટી સિદ્ધિ મેળવી છે. શ્રીલંકા સામે રમાયેલી પ્રથમ T20I મેચમાં બટલરે શાનદાર બેટિંગ કરીને 44 બોલમાં 80 રનની આક્રમક ઇનિંગ રમી હતી. તેમની આ ઇનિંગની મદદથી ઇંગ્લેન્ડે શ્રીલંકાને 119 રનથી હરાવીનેસીરિઝમાં જીત સાથે શરૂઆત કરી હતી. આ સાથે બટલરે ભારતના પૂર્વ કેપ્ટન રોહિત શર્માને પાછળ છોડીને T20Iમાં સૌથી વધુ રન બનાવનારા બેટર્સની યાદીમાં બીજું સ્થાન મેળવી લીધું છે.

બાબર આઝમ સૌથી આગળ

T20 ઇન્ટરનેશનલમાં સૌથી વધુ રન બનાવનારા બેટર્સની યાદીમાં પાકિસ્તાનના બાબર આઝમ હજુ પણ પ્રથમ સ્થાને છે. બાબરે અત્યાર સુધી 4596 રન બનાવ્યા છે અને હવે તેઓ 4600 રનના આંકડાથી માત્ર થોડા રન દૂર છે.બીજી તરફ જૉસ બટલરના નામે હવે T20Iમાં 4292 રન થઈ ગયા છે. આ સાથે તેમણે રોહિત શર્માને પાછળ છોડી દીધા છે. રોહિત શર્માએ T20I કારકિર્દીમાં 4231 રન બનાવ્યા છે અને હવે તેઓ આ યાદીમાં ત્રીજા સ્થાને છે.રોહિત શર્માએ 2026માં પોતાની કેપ્ટનશિપ હેઠળ ભારતને ICC T20 વર્લ્ડ કપનો ખિતાબ અપાવ્યા બાદ T20 ઇન્ટરનેશનલમાંથી નિવૃત્તિ જાહેર કરી હતી. હવે બટલર પાસે આ ફોર્મેટમાં પોતાનું સ્થાન વધુ મજબૂત કરવાની તક છે.

44 બોલમાં બટલરની ધમાકેદાર ઇનિંગ

શ્રીલંકા સામેની પ્રથમ T20Iમાં જૉસ બટલરે ઓપનિંગ કરતા શરૂઆતથી જ આક્રમક બેટિંગ કરી હતી. તેમણે માત્ર 44 બોલમાં 80 રન બનાવ્યા હતા. તેમની ઇનિંગમાં 8 ચોગ્ગા અને 3 છગ્ગાનો સમાવેશ થયો હતો. બટલરનો સ્ટ્રાઇક રેટ 181.82 રહ્યો હતો.બટલરની સાથે ઇંગ્લેન્ડના કેપ્ટન હેરી બ્રૂકે પણ શાનદાર બેટિંગ કરી હતી.બ્રૂકે માત્ર 49 બોલમાં અણનમ 114 રનની તોફાની ઇનિંગ રમી હતી. બંનેની આક્રમક બેટિંગના કારણે ઇંગ્લેન્ડે 20 ઓવરમાં 4 વિકેટે 254 રનનો વિશાળ સ્કોર બનાવ્યો હતો.

શ્રીલંકાને 119 રનથી હાર

255 રનના લક્ષ્યાંકનો પીછો કરવા ઉતરેલી શ્રીલંકાની ટીમ ઇંગ્લેન્ડના બોલરો સામે ટકી શકી નહોતી.શ્રીલંકાની આખી ટીમ 19 ઓવરમાં 135 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી.ટીમનો એક પણ બેટર 50 રનનો આંકડો પાર કરી શક્યો નહોતો.આ રીતે ઇંગ્લેન્ડે પ્રથમ T20Iમાં 119 રનની મોટી જીત મેળવી હતી.બંને ટીમો વચ્ચે કુલ 3 T20I મેચોની સીરિઝ રમાઈ રહી છે.સીરિઝની બીજી મેચ 17 સપ્ટેમ્બરે કાર્ડિફમાં રમાવાની છે.બટલરની શાનદાર ફોર્મને જોતા આગામી મેચમાં પણ તેમના પ્રદર્શન પર નજર રહેશે.

આ પણ વાંચો – ICC T20 Ranking: અભિષેક શર્માની મોટી છલાંગ, કોને ફાયદો અને કોણ ગગડ્યુ?


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *