Junagadh : સુરતથી વિસાવદરમાં ગાંજો વેચવા આવેલા ત્રણ શખ્સોને રેન્જ પોલીસે દબોચી લીધા

📅 Published: September 27, 2026 | 📂 Category: gujarati-news

જૂનાગઢ રેન્જમા NDPS(ડ્રગ્સ) ની ગેરકાયદેસર પ્રવૃત્તિઓ ડામી દેવાના આદેશ અંતર્ગત જૂનાગઢ રેન્જ પોલીસ અને એસ.ઓ.જી.ની ટીમે સંયુક્ત ઓપરેશન હાથ ધરીને વિસાવદર ખાતેથી સુરતના ત્રણ શખ્સોને પ્રતિબંધિત વનસ્પતિજન્ય ગાંજાના મોટા જથ્થા સાથે ઝડપી પાડયા છે. પેટ્રોલીંગ દરમિયાન એ.એસ.આઇ. ગીરીરાજસિંહ વાઘેલાને ચોક્કસ બાતમી મળી હતી કે સુરતથી ત્રણ શખ્સો મોડી રાત્રે વિસાવદર બસ સ્ટેશન ખાતે ગાંજાનો જથ્થો વેચવા આવનાર છે. આ બાતમીના આધારે પોલીસે રેડ કરી હતી.

પોલીસે બાતમીવાળી જગ્યાએથી ત્રણ આરોપીઓ- રાજ ચન્દ્રેશભાઈ પરમાર (રહે. સુરત, મૂળ લીંબડી), કરન બજરંગી સોની (રહે. સુરત, મૂળ ઉત્તરપ્રદેશ) અને ગૌતમ ચેતનભાઈ ડાભી (રહે. સુરત, મૂળ બગસરા) ની અટકાયત કરી હતી. તેમની પાસેથી 1.680 કિ.ગ્રા. વનસ્પતિજન્ય ગાંજો (મેરીજુઆના હસીસ) જેની કિંમત રૂ. 84,000થાય છે, તે કબજે કરવામાં આવ્યો છે. આ ઉપરાંત ત્રણ મોબાઈલ ફોન (કિંમત રૂ. 30,000) અને રોકડા રૂ. 480 મળીને કુલ રૂ. 1,14,480 નો મુદ્દામાલ જપ્ત કરાયો છે. આ મામલે વિસાવદર પોલીસ સ્ટેશનમાં ત્રણેય આરોપીઓ વિરુદ્ધ NDPS એક્ટ મુજબ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. તપાસ દરમિયાન સામે આવ્યું છે કે સુરતના અશ્વિનીકુમાર રેલવે પાટા વિસ્તારમાં રહેતો દિપક નામનો શખ્સ પણ આ ગુનામાં સંડોવાયેલો છે, જેને ફરાર જાહેર કરી તેની શોધખોળ હાથ ધરવામાં આવી છે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *