જૂનાગઢ શહેરના વિશ્વપ્રસિદ્ધ અને ઐતિહાસિક ઉપરકોટ કિલ્લાની પાછળની દીવાલ પર અચાનક એક દીપડો દેખાતાં આસપાસના વિસ્તારમાં ભારે સસનાટી મચી ગઈ હતી. કિલ્લાના ધારાગઢ દરવાજા નજીક આવેલી ઊંચી દીવાલ પર દીપડાને મુક્તપણે ફરતો જોઈને સ્થાનિક રહીશો અને ભક્તોમાં ફફડાટ વ્યાપી ગયો હતો.
સ્થાનિકોએ કેમેરામાં કેદ કર્યો વીડિયો
ઉપરકોટ કિલ્લાની દીવાલ પરથી પસાર થઈ રહેલા દીપડાને જોઈને સ્થાનિક લોકોએ તાત્કાલિક પોતાના મોબાઈલ કેમેરામાં તેની અવરજવરનું દ્રશ્ય કેદ કરી લીધું હતું. જોતજોતામાં દીપડાનો આ વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ ગયો હતો. રસ્તા પરથી પસાર થતાં વાહનચાલકો અને રહીશો માટે આ દ્રશ્ય ભયાનક અને આશ્ચર્યજનક બન્યું હતું.
<a href="
==” target=”_blank”>
==
વન વિભાગને કરવામાં આવી જાણ
ઐતિહાસિક ઉપરકોટ કિલ્લો અને તેની આસપાસનો વિસ્તાર ગિરનાર જંગલ સીમાને અડીને આવેલો હોવાથી અવારનવાર વન્યજીવો આ વિસ્તારમાં આવી ચડતા હોય છે. ઘટના અંગેની જાણ થતાં જ સ્થાનિકોએ તુરંત જ વન વિભાગની ટીમને માહિતી આપી હતી. વન વિભાગે ઘટનાની ગંભીરતા જોઈને આ વિસ્તારમાં પેટ્રોલિંગ વધારવાની અને દીપડાના પગેરાં શોધવાની તજવીજ હાથ ધરી છે.
આ પણ વાંચો – Junagadhના ભવનાથમાં અસામાજિક તત્વોનો આતંક, ઘેડિયા કોળી સમાજની વાડીના મેનેજર પર જાનલેવા હુમલો
