Karnataka : : રાત્રે બે યુવકો સાથે લોજમાં ચેક-ઇન કરનારી યુવતી સવારે મૃત મળી, મોત પાછળનું રહસ્ય ઘેરાયું

📅 Published: September 16, 2026 | 📂 Category: India National

કર્ણાટકના હાસન જિલ્લામાં ચકચારી ઘટના સામે આવી છે. સક્લેશપુરા તાલુકાના વલલાહલ્લી ટાઉન સ્થિત એક લોજના બાથરૂમમાંથી 23 વર્ષીય યુવતીનો મૃતદેહ મળી આવ્યો હતો. યુવતી સાથે લોજમાં ચેક-ઇન કરનારા 2 યુવકો ઘટના બાદ ફરાર થઈ ગયા છે. પોલીસે બંનેની શોધખોળ શરૂ કરી છે.

બે યુવકો સાથે લોજમાં આવી હતી યુવતી

પોલીસના જણાવ્યા મુજબ, બેંગલુરુના ચિક્કાબાનાવરા વિસ્તારમાં રહેતી વર્ષા નામની યુવતી બે યુવકો સાથે હાસન જિલ્લાના સક્લેશપુરા ગઈ હતી. ત્રણેયે વલલાહલ્લી સ્થિત શ્રીદેવુ લોજમાં ચેક-ઇન કર્યું હતું.

સવારે બાથરૂમમાંથી મૃતદેહ મળ્યો

સવારે યુવતી બાથરૂમમાં મૃત હાલતમાં મળી આવી હતી. ઘટના સામે આવ્યા બાદ તેની સાથે આવેલા બંને યુવકો લોજમાંથી ગાયબ હોવાનું જાણવા મળ્યું હતું. પોલીસને જાણ થતાં અધિકારીઓ સ્થળ પર પહોંચ્યા અને તપાસ શરૂ કરી હતી.

યુવકોની ભૂમિકા અંગે તપાસ

પોલીસ દ્વારા આ યુવતીનું મોત કયા સંજોગોમાં થયું અને તેમાં ફરાર બંને યુવકોની કોઈ ભૂમિકા છે કે નહીં, તે અંગે તપાસ ચાલી રહી છે. પોલીસે જણાવ્યું છે કે તપાસ બાદ જવાબદાર વ્યક્તિ સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.

ફરાર યુવકોને શોધવા માટે પ્રયાસ 

હાલ સક્લેશપુરા ગ્રામ્ય પોલીસ સ્ટેશનની હદમાં બનેલી આ ઘટનામાં ફરાર યુવકોને શોધવા માટે પોલીસની ટીમો કામે લાગી છે. પોસ્ટમોર્ટમ રિપોર્ટ અને તપાસના આધારે યુવતીના મોતનું ચોક્કસ કારણ સ્પષ્ટ થશે.  

આ પણ વાંચો  :  Sandesh Digital Explainer : EPFમાં મોટો ફેરફાર, તમારી ટેક-હોમ સેલરીનું શું થશે? સમજો, નવું ગણિત


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *