Kheda: હર્ષ સંઘવીનો ડાઉન-ટુ-અર્થ અંદાજ; નેનપુર ચોકડી ખાતે કાર્યકરો સાથે માણી ચા-ભજીયાની લિજ્જત

📅 Published: September 18, 2026 | 📂 Category: gujarati-news

ગુજરાતના ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી તેમના નિર્ધારિત પ્રવાસ અન્વયે ખેડા જિલ્લામાં આવી પહોંચ્યા હતા. ખેડા જિલ્લાના પ્રવેશ દ્વાર સમી નેનપુર ચોકડી ખાતે મંત્રીના આગમનને પગલે સ્થાનિક ભાજપ હોદ્દેદારો, યુવા મોરચાના સભ્યો અને કાર્યકરો મોટી સંખ્યામાં એકઠા થયા હતા અને તેમનું ઉષ્માભર્યું સ્વાગત કર્યું હતું.

ખેડામાં ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીનો સાદો અંદાજ

હંમેશા પોતાના સરળ અને જમીની અંદાજ માટે જાણીતા હર્ષ સંઘવીએ નેનપુર ચોકડી ખાતે રોકાણ કર્યું હતું. તેમણે કોઈ પણ જાતના વીઆઈપી પ્રોટોકોલ વિના સામાન્ય કાર્યકરો સાથે રસ્તા કિનારે આવેલી દુકાને બેસીને ગરમાગરમ ભજીયા અને ચાની લિજ્જત માણી હતી. મંત્રીનો આ સાદો અંદાજ જોઈને સ્થાનિક આગેવાનો અને કાર્યકરોમાં ભારે ખુશી જોવા મળી હતી.મંત્રી હર્ષ સંઘવી કાર્યકરો સાથે ચા-નાસ્તો કરી રહ્યા હતા તે દરમિયાન ઉપસ્થિત યુવા કાર્યકરોનો ઉત્સાહ બેવડાયો હતો. નેનપુર ચોકડી ખાતે એકઠા થયેલા યુવાનોએ ‘મોદી-મોદી’ના પ્રચંડ નારા લગાવ્યા હતા, જેનાથી સમગ્ર વિસ્તાર ગૂંજી ઊઠ્યો હતો.

‘મોદી-મોદી’ના નારાથી ગૂંજી ઊઠ્યું નેનપુર ચોકડી!

આ અનૌપચારિક મુલાકાત દરમિયાન ગૃહ રાજ્યમંત્રીએ સ્થાનિક કાર્યકરો સાથે વિસ્તારના પ્રશ્નો અને સંગઠનની કામગીરી અંગે ચર્ચા કરી હતી. મંત્રીએ કાર્યકરોના ખબરઅંતર પૂછીને તેમનો ઉત્સાહ વધાર્યો હતો. આ મુલાકાતને પગલે ખેડા જિલ્લા ભાજપ અને ખાસ કરીને યુવા મોરચાના કાર્યકરોમાં એક નવો શક્તિસંચાર જોવા મળ્યો છે.

આ પણ વાંચો: Junagadh: નોબલ આયુર્વેદિક કોલેજનું લાયસન્સ રદ; શૈક્ષણિક સત્ર 2026-27 માટે પ્રવેશ મંજૂરી નકારાઈ


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *