ભારતીય ક્રિકેટર કેએલ રાહુલ અને અભિનેત્રી અથિયા શેટ્ટીની જોડી ફરી એકવાર ચર્ચામાં આવી છે. 5 નવેમ્બરે અથિયા શેટ્ટીના જન્મદિવસ નિમિત્તે કેએલ રાહુલે સોશિયલ મીડિયા પર ખાસ તસવીર શેર કરી છે. આ તસવીરોમાં બંને વચ્ચેનો પ્રેમ અને સુંદર સંબંધ જોવા મળી રહ્યો છે. ખાસ કરીને એક તસવીરમાં અથિયા પતિ કેએલ રાહુલના ખોળામાં બેઠેલી જોવા મળે છે. આ રોમેન્ટિક તસવીરે ચાહકોનું ધ્યાન ખેંચ્યું છે. બીજી તરફ અથિયાના પિતા અને જાણીતા અભિનેતા સુનીલ શેટ્ટીએ પણ દીકરી માટે એવો ભાવુક સંદેશ લખ્યો છે, જેની સોશિયલ મીડિયા પર ચર્ચા થઈ રહી છે.
રાહુલે પત્ની માટે શું લખ્યું?
કેએલ રાહુલે પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર અથિયા સાથેની કેટલીક તસવીરો શેર કરી છે. પહેલી તસવીરમાં અથિયા તેના ખોળામાં બેઠેલી જોવા મળે છે અને બંને એકબીજા સાથે સુંદર પળો માણી રહ્યાં છે. અન્ય તસવીરોમાં અથિયાની અલગ અલગ અદાઓ જોવા મળે છે. આ તસવીરો સાથે રાહુલે પત્ની માટે પ્રેમભર્યો સંદેશ પણ લખ્યો છે. તેણે કહ્યું કે, જન્મદિવસની શુભેચ્છા . તું મારા દિલને પ્રેમથી ભરી દે છે અને મારા જીવનને એક ખાસ અર્થ આપે છે. તું મારા જીવનની સૌથી મોટી ખુશકિસ્મતી છે. હું તને ખૂબ પ્રેમ કરું છું. રાહુલની આ પોસ્ટ પર ચાહકો તરફથી શુભેચ્છાઓનો વરસાદ થઈ રહ્યો છે. ક્રિકેટ અને ફિલ્મ જગત સાથે જોડાયેલા લોકો પણ અથિયાને જન્મદિવસની શુભેચ્છા પાઠવી રહ્યા છે.
<a href="
==” target=”_blank”>
==
સુનીલ શેટ્ટી પણ દીકરી માટે થયા ભાવુક
અથિયાના જન્મદિવસે તેના પિતા સુનીલ શેટ્ટીએ પણ સોશિયલ મીડિયા પર બાળપણની બે તસવીરો શેર કરી છે. આ તસવીરોમાં સુનીલ પોતાની નાની દીકરી સાથે પ્રેમભરી પળો માણતા જોવા મળે છે. તસવીરો સાથે સુનીલે લખ્યું કે, “હવે જ્યારે તને તારી પોતાની નાનકડી દુનિયા વસાવતી જોઉં છું, ત્યારે સમજાય છે કે કેટલીક વસ્તુઓ ક્યારેય બદલાતી નથી. જન્મદિવસની શુભેચ્છાઓ મારી દીકરી. હું તને કેટલો પ્રેમ કરું છું એ શબ્દોમાં વ્યક્ત કરી શકતો નથી.”
<a href="
==” target=”_blank”>
==
રોહિત શર્માની પત્ની રિતિકાએ પણ આપી શુભેચ્છા
અથિયાના જન્મદિવસે ભારતીય ક્રિકેટર રોહિત શર્માની પત્ની રિતિકા સજદેહે પણ ખાસ અંદાજમાં શુભેચ્છા પાઠવી હતી. તેણે કેએલ રાહુલની પોસ્ટ પર ટિપ્પણી કરતાં અથિયાને જન્મદિવસની શુભેચ્છા આપી હતી. સાથે જ તેણે લખ્યું કે અથિયા બાળકોને શાળાએથી લેવા જવાના સમયને પણ પ્રેમ અને ખુશીઓથી ભરી દે છે.
2023માં લગ્ન, હવે દીકરીના માતા-પિતા
કેએલ રાહુલ અને અથિયા શેટ્ટીના સંબંધોની શરૂઆત 2019માં થઈ હતી. બંનેની મુલાકાત એક મિત્ર દ્વારા થઈ હતી અને ત્યારબાદ તેમની વચ્ચે મિત્રતા પ્રેમમાં બદલાઈ હતી. લાંબા સમય સુધી એકબીજાને ડેટ કર્યા બાદ બંનેએ 23 જાન્યુઆરી 2023ના રોજ લગ્ન કર્યા હતા. આ લગ્ન સુનીલ શેટ્ટીના ખંડાલા સ્થિત ફાર્મહાઉસમાં પરિવાર અને નજીકના મિત્રો વચ્ચે યોજાયા હતા. નવેમ્બર 2024માં બંનેએ માતા-પિતા બનવાની ખુશખબર આપી હતી. ત્યારબાદ માર્ચ 2025માં તેમના ઘરે દીકરીનો જન્મ થયો હતો. બંનેએ પોતાની દીકરીનું નામ ઇવારાહ રાખ્યું છે.
હવે અથિયાના જન્મદિવસે કેએલ રાહુલની રોમેન્ટિક તસવીરો અને સુનીલ શેટ્ટીની ભાવુક પોસ્ટે ફરી એકવાર આ પરિવારની સુંદર પળો ચાહકો સાથે વહેંચી છે.
આ પણ વાંચો: Virat Kohli Birthday: વિરાટ કોહલીની ઐતિહાસિક સિદ્ધિ, આ ખાસ રેકોર્ડ્સ જેણે ક્રિકેટના ભગવાનને પણ પાછળ છોડયા
