Kolkata Durga Puja stampede: 'થઇ જાય ક્યારેક આવું..' પંડાલ દુર્ઘટના મુદ્દે ભાજપ નેતા Dilip Ghoshનું નિવેદન સાંભળો!

📅 Published: October 18, 2026 | 📂 Category: India National

કોલકાતાના ચોરબાગાન દુર્ગા પૂજા પંડાલમાં શનિવારે સાંજે થયેલી નાસભાગને પગલે 19 લોકોના મોત નીપજ્યાં છે. પશ્ચિમ બંગાળમાં ભારતીય જનતા પાર્ટીની સરકારના પ્રથમવારના શાસનમાં જ આવી દુર્ઘટના સર્જાતા આ મામલે હવે રાજકારણ થઇ રહ્યું છે. આ ઘટના મુદ્દે ભાજપના કેબિનેટ મંત્રી દિલીપ ઘોષનું પણ નિવેદન સામે આવ્યું છે. આ દુઃખદ ઘટના અંગે પ્રતિક્રિયા આપતાં તેમણે કહ્યું હતું કે મોટા આયોજનોમાં ક્યારેક આવા અકસ્માતો થઈ જાય છે.

દિલીપ ઘોષે કહ્યું, “જે ઘટના બની છે તે દુર્ભાગ્યપૂર્ણ છે. પરંતુ ક્યારેક આવા અકસ્માતો થઈ જાય છે. અહીં વર્ષોથી દુર્ગા પૂજાનું આયોજન થાય છે. મોટા પાયે ભવ્ય કાર્યક્રમો યોજાય છે, જેમાં લાખો લોકો દર્શન કરવા અને માથું ટેકવવા આવે છે.

<a href="

=” target=”_blank”>

=

તેમણે વધુમાં કહ્યું, “ક્યારેક નાની ભૂલ કે સાવચેતીના અભાવે આવી દુર્ઘટનાઓ બને છે, જે ક્યારેય થવી જોઈએ નહીં. આપણા દેશમાં ધાર્મિક સ્થળો કે મોટા આયોજનોમાં જ્યારે ભારે ભીડ એકઠી થાય છે, ત્યારે આવી ઘટનાઓ બને છે. તેથી આયોજકોએ વધુ સતર્ક રહેવાની જરૂર છે.”

તેમણે એમ પણ જણાવ્યું કે મુખ્યમંત્રી, આરોગ્ય મંત્રી અને મુખ્ય સચિવ સહિત સરકારના અનેક પ્રતિનિધિઓ, રાષ્ટ્રીય પક્ષના અધ્યક્ષ તેમજ અન્ય મંત્રીઓ અને નેતાઓ ઘટનાસ્થળે પહોંચી ચૂક્યા છે. ઘાયલોની સારવાર માટે પણ પૂરતી વ્યવસ્થા કરવામાં આવી છે.

દુર્ઘટના અંગે વિપક્ષના આરોપોનો જવાબ

તૃણમૂલ કોંગ્રેસના નેતાઓ આ મામલે રાજકીય નિવેદનબાજી કરી રહ્યા હોવાના સવાલ પર દિલીપ ઘોષે કહ્યું, “રાજકારણ કરનારા તો રાજકારણ કરશે જ. અનેક સ્થળોએ દુર્ગા પૂજાનાં આયોજન થઈ રહ્યાં છે અને દરેક જગ્યાએ પોલીસ તૈનાત છે. લાખો લોકો રસ્તા પર નીકળીને ફરી રહ્યા છે. પરંતુ ક્યારેક આવી ઘટના બને છે, એટલે જ તેને અકસ્માત કહેવામાં આવે છે. જોકે, આવું થવું ન જોઈએ. આયોજકોએ આ બાબતે ધ્યાન આપવાની જરૂર છે.”

વિપક્ષે લગાવ્યા હતા આરોપો

નોંધનીય છે કે આ ઘટના અંગે તૃણમૂલ કોંગ્રેસના નેતા કુણાલ ઘોષે શુભેન્દુ સરકાર પર આકરા પ્રહાર કર્યા હતા. તેમણે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર લખ્યું હતું, “ચોરબાગાનમાં થયેલાં મૃત્યુ અંગે મુખ્યમંત્રીનું નિવેદન અધૂરું છે. તે જવાબદારીથી બચવાનો, લોકોને ગેરમાર્ગે દોરવાનો અને ધ્યાન ભટકાવવાનો પ્રયાસ છે. સમિતિના અધિકારીઓની તાત્કાલિક ધરપકડ થવી જોઈએ. નગરપાલિકા અને OSDને પદ પરથી દૂર કરવા જોઈએ. આ મામલે નિષ્પક્ષ તપાસ થવી જોઈએ. સમિતિમાં ભાજપના સભ્યોની ભરમાર છે અને તેમને બચાવવામાં આવી રહ્યા છે. આજે પહેલીવાર વરસાદ પડ્યો નથી. માત્ર વરસાદને જવાબદાર ઠેરવવો એ વહીવટી નિષ્ફળતા છુપાવવાનો પ્રયાસ છે.”


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *