ભારતીય ટીમના બોલર કુલદીપ યાદવે ODI ક્રિકેટમાં મોટી સિદ્ધિ મેળવી છે. વેસ્ટ ઈન્ડિઝ સામેની ODI સિરીઝની બીજી મેચમાં કુલદીપે પોતાની 200મી ODI વિકેટ ઝડપી હતી. તેણે કીમો પોલને વિરાટ કોહલીના હાથે કેચ કરાવીને આ ખાસ સિદ્ધિ પોતાના નામે કરી હતી.
ઓછી મેચમાં વધુ વિકેટ લેનાર બોલર
કુલદીપે માત્ર 123 ODI મેચમાં 200 વિકેટ પૂરી કરી છે. આ સાથે તે ભારત માટે સૌથી ઓછી મેચમાં 200 ODI વિકેટ લેનારા બોલરોની યાદીમાં બીજા સ્થાને પહોંચી ગયો છે. આ યાદીમાં કુલદીપથી આગળ માત્ર મોહમ્મદ શમી છે, જેણે 104 ODI મેચમાં 200 વિકેટ પૂરી કરી હતી.

જહીર ખાન અને અનિલ કુંબલેને પાછળ છોડ્યા
કુલદીપની 200મી વિકેટ સાથે તેણે ભારતીય ક્રિકેટના કેટલાક દિગ્ગજ બોલરોને પાછળ છોડી દીધા છે.
શેન વોર્નને પણ પાછળ છોડ્યા
કુલદીપ યાદવ માટે આ સિદ્ધિ માત્ર ભારતીય ક્રિકેટ સુધી મર્યાદિત નથી. સૌથી ઓછી બોલમાં 200 ODI વિકેટ લેનારા સ્પિન બોલરોની યાદીમાં પણ તેણે ઓસ્ટ્રેલિયાના દિગ્ગજ શેન વોર્નને પાછળ છોડી દીધા છે.
વેસ્ટ ઈન્ડિઝ સામેની સિરીઝમાં શાનદાર ફોર્મ
કુલદીપ યાદવ માટે વેસ્ટ ઈન્ડિઝ સામેની આ ODI સિરીઝ અત્યાર સુધી શાનદાર રહી છે. 2 મેચમાં તે 6 વિકેટ પોતાના નામે કરી ચૂક્યો છે.પ્રથમ ODIમાં કુલદીપે 4 વિકેટ ઝડપી હતી અને તેને પ્લેયર ઓફ ધ મેચનો એવોર્ડ પણ મળ્યો હતો.બીજી મેચમાં પણ તેણે 2 મહત્વની વિકેટ ઝડપી હતી.આ સિરીઝમાં ભારતીય બેટર્સે પણ શાનદાર પ્રદર્શન કર્યું છે,પરંતુ કુલદીપની બોલિંગનું મહત્વ એ વાતથી સમજી શકાય છે કે અત્યાર સુધી સિરીઝમાં તેના પછી સૌથી વધુ વિકેટ લેનાર ભારતીય ઝડપી બોલર પ્રસિદ્ધ કૃષ્ણા છે,જેના નામે 2 મેચમાં 3 વિકેટ છે.કુલદીપે પોતાની 200મી ODI વિકેટ સાથે ભારતીય ક્રિકેટમાં વધુ એક ખાસ રેકોર્ડ નોંધાવ્યો છે. તેની આ સિદ્ધિ દર્શાવે છે કે છેલ્લા કેટલાક વર્ષોમાં તે ભારતીય ODI ટીમના મહત્વના સ્પિન બોલર તરીકે કેટલો અસરકારક રહ્યો છે.
આ પણ વાંચો – Amir Jangooનો તરખાટ, ભારત સામે 70 બોલમાં ફટકારી સદી!
