કચ્છ જિલ્લાના અંજારમાંથી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે, જ્યાં એક રોડ રોલર અચાનક બેકાબૂ બનીને રસ્તા પર દોડવા લાગ્યું હતું. આ ઘટનાને કારણે આસપાસના વિસ્તારમાં ભારે અફરાતફરી અને ભયનો માહોલ છવાઈ ગયો હતો. આ ઘટનાનો વીડિયો હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે.
સ્થાનિકો દ્વારા રોલરને અટકાવવાના પ્રયાસો
પ્રાપ્ત વિગતો મુજબ, રોડ પર કામગીરી માટે વપરાતું રોલર અચાનક કોઈ ટેકનિકલ કે અન્ય કારણસર બેકાબૂ થઈ ગયું હતું અને પોતાની મેળે જ આગળ વધવા લાગ્યું હતું. આ અણધારી સ્થિતિ જોઈને રસ્તા પર હાજર સ્થાનિક લોકોમાં દોડધામ મચી ગઈ હતી. લોકોએ હિંમત દાખવીને આ બેકાબૂ રોલરને રોકવાના પૂરતા પ્રયાસો કર્યા હતા.

આખરે બોલેરો કાર સાથે અથડાઈને અટક્યું રોલર
સ્થાનિકોના તમામ પ્રયાસો છતાં બેકાબૂ બનેલું રોલર આગળ વધીને રસ્તા પર ઊભેલી એક બોલેરો કાર સાથે ધડાકાભેર અથડાયું હતું. કાર સાથે અથડાયા બાદ રોલરની ગતિ અટકી હતી, પરંતુ આ ટક્કરના કારણે બોલેરો કારને નુકસાન પહોંચ્યું હતું.
સદનસીબે મોટી જાનહાનિ ટળી
આ સમગ્ર અકસ્માત એટલો જોખમી હતો કે, જો સમયસર કોઈ પગલાં ન લેવાયા હોત તો મોટી દુર્ઘટના સર્જાઈ શત. જોકે, રાહતની વાત એ રહી કે, આ ભયાનક અકસ્માતમાં સદનસીબે કોઈ પણ પ્રકારની જાનહાનિ થઈ નહોતી, જેથી તંત્ર અને નાગરિકોએ રાહતનો શ્વાસ લીધો હતો.
<a href="
==” target=”_blank”>
==
સમગ્ર ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ
આ અનોખા અને ડરામણા અકસ્માતનો વીડિયો કોઈ રાહદારી દ્વારા પોતાના મોબાઈલ કેમેરામાં કેદ કરવામાં આવ્યો હતો. હાલ આ બેકાબૂ રોલરનો વીડિયો સોશિયલ મીડિયા પર જોરશોરથી વાયરલ થઈ રહ્યો છે અને ભારે ચર્ચાનો વિષય બન્યો છે.
આ પણ વાંચો: Kutch Rain Update: જિલ્લામાં મેઘરાજાની તોફાની બેટિંગ, માંડવીમાં 7 ઈંચ વરસાદથી જળબંબાકાર!
