LCBએ આંતરરાજ્ય ઘરફોડ ગેંગના મુખ્ય સૂત્રધારને ઝડપ્યો:રાજસ્થાનનો આરોપી સોનાની લગડી સાથે પકડાયો, અમદાવાદની 2 ચોરીનો ભેદ ઉકેલાયો; 18થી વધુ ગુનામાં સંડોવણીની આશંકા

📅 Published: October 17, 2026 | 📂 Category: gujarati-news

પાલનપુર LCBએ લુણવા નજીકથી રાજસ્થાનના ખુશાલસિંહ ઉર્ફે અરવિંદસિંહ ચૌહાણને સોનાની લગડી સાથે ઝડપી લીધો છે. તે આંતરરાજ્ય ઘરફોડ ચોરીઓમાં સંડોવાયેલો છે અને 18થી વધુ ગુનાઓમાં તેની સંડોવણીની આશંકા છે. પોલીસે આરોપી પાસેથી 21.750 ગ્રામ વજનની, 2.93 લાખ રૂપિયાની સોનાની લગડી કબજે કરી છે. પૂછપરછમાં તેણે અમદાવાદમાં બે ચોરીની કબૂલાત કરી હતી. આ ચોરીઓમાં જન્માષ્ટમી દરમિયાન સોલા વિસ્તારમાં એક બંધ મકાનમાંથી ચાંદીના સિક્કા અને સોનાના દાગીના ચોર્યા હતા. 25 દિવસ પહેલા મોટેરાની દેવપ્રિયા સોસાયટીમાં પણ ચોરી કરી હતી. આરોપીએ પોતાના ભાગના સોનાના દાગીનામાંથી રાજસ્થાનના કાલિંદ્રી ખાતે ‘રણી’ બનાવડાવી હતી. બનાસકાંઠા રેન્જ IG પરીક્ષિતા રાઠોડ અને SP પ્રશાંત સુંબેના માર્ગદર્શન હેઠળ LCB PI ડી.એમ. રાઠોડની ટીમે વધુ તપાસ હાથ ધરી છે.


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *