LIC લાવ્યું ધાસુ પ્લાન છપ્પર ફાડ કમાણી, કરો દરરોજ રૂ.172ની બચત મેળવો રૂ.28.50 લાખ

📅 Published: October 6, 2026 | 📂 Category: Business

ભારતીય જીવન વીમા નિગમ (LIC) દેશના દરેક વર્ગના લોકો માટે વિવિધ પ્રકારની બચત અને વીમા યોજનાઓ ચલાવે છે. આ યોજનાઓમાં ‘LIC જીવન લક્ષ્ય’ (LIC Jeevan Lakshya Plan) ખૂબ જ લોકપ્રિય છે. આ એક નોન-લિંક્ડ, પાર્ટિસિપેટિંગ અને પર્સનલ લાઈફ ઈન્સ્યોરન્સ પ્લાન છે, જે સુરક્ષિત રોકાણની સાથે બચત અને લાઈફ કવર બંનેનો લાભ આપે છે. આ યોજના ખાસ કરીને બાળકોના ભવિષ્ય અને પરિવારની નાણાકીય સુરક્ષા માટે ડિઝાઇન કરવામાં આવી છે.

પોલિસીની મુખ્ય વિશેષતાઓ અને પાત્રતા (Eligibility)

LIC જીવન લક્ષ્ય યોજનામાં જોડાયા પછી પરિપક્વતા (Maturity) પહેલાં જો પોલિસીધારકનું અકાળે અવસાન થાય, તો નોમિની અથવા કાનૂની વારસદારને વાર્ષિક આવક લાભ અને એક સામટી રકમ ચૂકવવામાં આવે છે.

પ્રવેશ માટે વય મર્યાદા: 18 વર્ષથી લઈને 50 વર્ષ સુધીની વ્યક્તિ આ પોલિસી ખરીદી શકે છે.

મહત્તમ મેચ્યોરિટી વય: આ પ્લાનમાં પરિપક્વતા માટેની મહત્તમ વય મર્યાદા 65 વર્ષ છે.

પોલિસી ટર્મ: આ પ્લાન 13 થી 25 વર્ષની મુદત માટે ઉપલબ્ધ છે.

પ્રીમિયમ ચૂકવણીની મુદત (PPT): આ યોજનાની ખાસિયત એ છે કે તમારે પોલિસીની કુલ મુદત કરતાં 3 વર્ષ ઓછા સમયગાળા સુધી જ પ્રીમિયમ ચૂકવવાનું રહે છે. (જેમ કે 25 વર્ષની ટર્મ હોય તો 22 વર્ષ જ પ્રીમિયમ ભરવું પડે).

વીમા રકમ અને પ્રીમિયમ ચૂકવણીના વિકલ્પો

આ યોજના હેઠળ ઓછામાં ઓછી ₹1 લાખની બેઝિક સમ એશ્યોર્ડ (વીમા રકમ) લેવી ફરજિયાત છે, જ્યારે મહત્તમ રકમ માટે કોઈ મર્યાદા નથી—તમે તમારી જરૂરિયાત મુજબ ગમે તેટલી રકમનો વીમો પસંદ કરી શકો છો. પ્રીમિયમ ચૂકવવા માટે માસિક, ત્રિમાસિક, અર્ધ-વાર્ષિક કે વાર્ષિક વિકલ્પો પૂરા પાડવામાં આવે છે.

રુ.5,169 ના પ્રીમિયમથી રુ.28.50 લાખનું ભંડોળ કેવી રીતે મળશે?

LIC કેલ્ક્યુલેટર અનુસાર, જો 29 વર્ષની કોઈ વ્યક્તિ ₹15 લાખની વીમા રકમ (Sum Assured) સાથે 25 વર્ષની ટર્મ માટે આ પ્લાન પસંદ કરે છે: પ્રીમિયમ ચૂકવણીની મુદત 25 માંથી ફક્ત 22 વર્ષ સુધી જ પ્રીમિયમ ભરવું પડશે. આ પોલીસી માટે માસિક પ્રીમિયમ 5000થી વધુ ભરવાનું રહેશે. તમે દર મહિને આશરે 5,169 (દૈનિક આશરે રુ.172) નું રોકાણ કરવાનું રહેશે. તેની મેચ્યોરિટી બેનિફિટ: 25 વર્ષ પૂરા થવા પર બોનસ અને ફાઈનલ એડિશનલ બોનસ ઉમેરાઈને પોલિસીધારકને કુલ 28.50લાખની મોટી રકમ પ્રાપ્ત થાય છે.

આ પણ વાંચો : Zudio-Westside બન્યા ટાટા માટે ફાયદાનો સોદો, આવક 23% વધીને ₹5,788 કરોડ


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *