LRDની 12,733 જગ્યા માટે 18,322 ઉમેદવારો ક્વોલિફાઇડ:કેટેગરી પ્રમાણે કટ-ઓફ જાહેર, હવે ડોક્યુમેન્ટ વેરિફિકેશન; જુઓ લિસ્ટ

📅 Published: August 14, 2026 | 📂 Category: gujarati-news

ગુજરાત પોલીસ ભરતી બોર્ડ દ્વારા લોકરક્ષક (LRD) કેડરની ભરતી પ્રક્રિયામાં ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટે ક્વોલિફાઇડ ઉમેદવારોની યાદી જાહેર કરવામાં આવી છે. ભરતી બોર્ડ દ્વારા કૂલ 12,733 ખાલી જગ્યાઓ માટે પ્રથમ તબક્કામાં 18,322 ઉમેદવારો ક્વોલિફાઇડ થયા છે. લોકરક્ષક કેડરની લેખિત પરીક્ષામાં પાર્ટ-A અને પાર્ટ-B માં અલગ અલગ 40% કે તેથી વધુ ગુણ મેળવનાર ઉમેદવારો તેમજ 40% ગુણ મેળવનાર તમામ માજી સૈનિક ઉમેદવારોને ડોક્યુમેન્ટ વેરિફિકેશનની યાદીમાં સામેલ કરવામાં આવ્યા છે. ખાલી જગ્યા સામે સામાન્ય કેટેગરીમાં બે ગણા અને અનામત કેટેગરીમાં એક ગણા ઉમેદવારોને બોલાવ્યા છે. જરૂર જણાશે તો વધુ ઉમેદવારોને પાછળથી બોલાવાશે. પુરૂષ ઉમેદવારોનું લિસ્ટ જોવા અહીં ક્લિક કરો મહિલા ઉમેદવારોનું લિસ્ટ જોવા અહીં ક્લિક કરો માજી સૈનિક ઉમેદવારોનું લિસ્ટ જોવા અહીં ક્લિક કરો રમતગમત, NCC સહિતના ગુણ ગણવામાં આવ્યા
ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટેની યાદી તૈયાર કરવા લેખિત પરીક્ષાના ગુણ સાથે નિયમ મુજબ વધારાના ગુણ પણ ધ્યાનમાં લેવામાં આવ્યા છે. જેમાં, રમતગમત, વિધવા, NCC ‘C’ સર્ટિફિકેટ તેમજ રક્ષાશક્તિ/રાષ્ટ્રીય રક્ષાશક્તિ યુનિવર્સિટી અથવા નેશનલ ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટીની ડિગ્રી/ડિપ્લોમાના ગુણનો સમાવેશ થાય છે. ઉલ્લેખનીય છે કે, જો ડોક્યુમેન્ટ વેરિફિકેશન સમયે ઉમેદવાર પાસે વધારાના ગુણનું સર્ટિફિકેટ નહીં હોય તો તે વધારાના ગુણ રદ કરવામાં આવશે. ભરતી પ્રક્રિયામાં ગેરલાયક જણાય તો ઉમેદવારી રદ થશે
ભરતી પ્રક્રિયા સમયે કોઈ ઉમેદવાર ગેરલાયક હોવાનું જણાશે અથવા યાંત્રિક, ક્લેરિકલ કે અન્ય કોઈ ભૂલને કારણે લાયક ગણાયો હોવાનું બહાર આવશે તો તેની ઉમેદવારી રદ કરવામાં આવી શકે છે. લેખિત પરીક્ષા સમયે લેવાયેલા CCTV કેમેરાના રેકોર્ડિંગની ચકાસણીની કાર્યવાહી પણ ચાલુ હોવાનું બોર્ડે જણાવ્યું છે. કોઈ ગેરરીતિ સામે આવશે તો સંબંધિત ઉમેદવારની ઉમેદવારી રદ કરવામાં આવશે. ઉમેદવારોની ફાઈનલ પસંદગી હજુ બાકી
ડોક્યુમેન્ટ વેરિફિકેશનમાં ક્વોલિફાઈ થવું ફાઇનલ પસંદગી નથી. ઉમેદવારોના મૂળ ડોક્યુમેન્ટ અને પ્રમાણપત્રોની ચકાસણી બાદ ભતી નિયમો મુજબ આગળની પસંદગી પ્રક્રિયા હાથ ધરાશે.


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *