LRD ભરતીમાં ગેરરીતિ કરનારા 388 ઉમેદવારોની યાદી જાહેર:પાસ થયા હશો તો પણ બાકાત થશે, 14 સપ્ટેમ્બર સુધી રૂબરૂ રજૂઆતની તક આપવામાં આવી

📅 Published: September 8, 2026 | 📂 Category: gujarati-news

ગુજરાત પોલીસ ભરતી બોર્ડ દ્વારા લોકરક્ષક કેડર (2025-26)ની લેખિત પરીક્ષાને લઈને મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. લેખિત પરીક્ષા દરમિયાન CCTV ફૂટેજના આધારે ગેરરીતિ કે ચોરી આચરનાર ઉમેદવારોની યાદી જાહેર કરવામાં આવી છે. કુલ 388 ઉમેદવારોને ગેરલાયક ઠરાવવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. ભરતી બોર્ડ દ્વારા 8 સપ્ટેમ્બર, 2026ના રોજ આ અંગે જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે. પાસ થયા હશે તો પણ બાકાત કરવામાં આવશે
જાહેરનામા મુજબ, લોકરક્ષક કેડર (2025-26)ની લેખિત પરીક્ષા દરમિયાન સ્થળ પર થયેલી ગેરરીતિ અંગે CCTV Viewing/Committee દ્વારા અહેવાલ ધ્યાનમાં લેવામાં આવ્યો હતો. આ અહેવાલના આધારે ગેરરીતિ આચરનારા ઉમેદવારોને ગેરલાયક ઠરાવવાની કાર્યવાહી કરવામાં આવી છે. ખાસ કરીને જે ઉમેદવારો ગેરલાયક ઠરાવાયા છે, તેમના નામ જો લેખિત પરીક્ષામાં પાસ થયેલા ઉમેદવારોની યાદી અથવા તા. 14 ઓગસ્ટ, 2026ના રોજ જાહેર કરાયેલી Qualified યાદીમાં સામેલ હશે તો તેમને તે યાદીમાંથી પણ બાકાત કરવામાં આવશે. ગેરલાયક ઠેરવાયેલા ઉમેદવારોની યાદી જોવા માટે આ લિંક પર ક્લિક કરો. 14 સપ્ટેમ્બર સુધી જ રૂબરૂ રજૂઆતની તક
ગેરલાયક ઠરાવવામાં આવેલા ઉમેદવારોને પોતાની રજૂઆત કરવાની તક પણ આપવામાં આવી છે. આવા ઉમેદવારો 14 સપ્ટેમ્બર, 2026ના સાંજે 6 વાગ્યા સુધીમાં ગુજરાત પોલીસ ભરતી બોર્ડ, બોર્ડનું ઉદયાન નજીક, સેક્ટર-17, ગાંધીનગર ખાતે રૂબરૂ હાજર રહીને રજૂઆત કરી શકશે. ભરતી બોર્ડે સ્પષ્ટ કર્યું છે કે નિર્ધારિત સમયમર્યાદા બાદ મળેલી રજૂઆતો સ્વીકારવામાં આવશે નહીં. ઉપરાંત, રૂબરૂ સિવાય અન્ય કોઈપણ માધ્યમથી મોકલવામાં આવેલી અરજી કે રજૂઆત પણ માન્ય ગણાશે નહીં. એટલે 388 ઉમેદવારો માટે હવે 14 સપ્ટેમ્બર સાંજે 6 વાગ્યા સુધીનો સમય મહત્વનો રહેશે.


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *