Madhya Pradesh: 'આની બેગમાં ગાંજો મુકી દો!' પોલીસકર્મીની હરકત થઇ કેમેરામાં કેદ, વીડિયો વાયરલ થતા તપાસના આદેશ

📅 Published: November 18, 2026 | 📂 Category: India National

મધ્યપ્રદેશના સિવની જિલ્લામાં પોલીસ અધિકારીનો એક ચોંકાવનારો વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. વીડિયોમાં કથિત રીતે એક પોલીસ અધિકારી એક વ્યક્તિની બેગમાં ગાંજો મૂકી દેવાનું કહેતા સંભળાય છે, અને એ રીતે એક વ્યક્તિને નશીલા પદાર્થના ખોટા કેસમાં ફસાવવાની યોજના ઘડવામાં આવી રહી હોવાનું પણ વીડિયોમાં જોવા મળે છે.

આ કથિત કાવતરાનો ખુલાસો થયા બાદ પોલીસ વિભાગે તાત્કાલિક કાર્યવાહી કરી છે. સિવનીના કોતવાલી પોલીસ સ્ટેશનના પ્રભારીને તેમના પદ પરથી હટાવી દેવામાં આવ્યા છે અને સમગ્ર મામલે તપાસ શરૂ કરવામાં આવી છે.

શું છે સમગ્ર ઘટના?

આ સમગ્ર મામલો સિવનીના બાબરિયા રોડ પર આવેલી હોટલ સિદ્ધાર્થનો હોવાનું જાણવા મળ્યું છે. હોટલના સંચાલક સંજય સનોડિયાએ પોલીસ પર ગંભીર આરોપ લગાવ્યા છે. તેમનો આક્ષેપ છે કે સ્થાનિક પોલીસ અધિકારીઓએ તેમની પાસેથી દર મહિને 25 હજાર રૂપિયાના હપ્તાની માગણી કરી હતી.

આ માગણી મુજબની સંપૂર્ણ રકમ ન આપી શકતાં પોલીસ અધિકારીઓ હોટલ પર પહોંચ્યા હતા અને તેમની સાથે મારપીટ કરી હતી. એટલું જ નહીં, હોટલમાં રોકાયેલાં એક પુખ્ત વયનાં કપલને ગાંજાના ખોટા કેસમાં ફસાવવાની ધમકી પણ આપી હતી. આ સમગ્ર ઘટનાનો વીડિયો હવે સોશિયલ મીડિયા પર સામે આવ્યો છે.

<a href="

=” target=”_blank”>

=

વીડિયોમાં શું જોવા મળ્યું?

વાયરલ વીડિયોમાં કથિત પોલીસ અધિકારી અન્ય પોલીસકર્મીને એવું કહેતા સંભળાય છે કે, ‘તેની બેગમાં થોડો ગાંજો મૂકી દો.’ હોટલમાં રોકાયેલાં કપલને નશીલા પદાર્થના કેસમાં ફસાવવાની યોજના અંગે વાતચીત થઈ રહી હોવાનું પણ વીડિયોમાં જણાય છે.

વાયરલ ફૂટેજમાં કથિત પોલીસ અધિકારી સાથે અન્ય 7 પોલીસકર્મીઓ પણ હોટલના રિસેપ્શન વિસ્તારમાં જોવા મળે છે. આ દરમિયાન પોલીસકર્મીઓ અને હોટલના કર્મચારીઓ વચ્ચે ઉગ્ર બોલાચાલી થતી હોવાનું પણ દેખાય છે.

હોટલના કપલને શા માટે પોલીસે ધમકાવ્યા?

મળતી માહિતી મુજબ, પોલીસ કર્મીએ હોટલના સંચાલક પાસેથી હપ્તાની માગણી કરી હતી. તેના પર વધુ દબાણ ઉભુ કરવા એ જ હોટલમાં રોકાયેલા એક કપલને પોલીસ અધિકારીએ ધમકાવવાનું શરૂ કર્યું. વાયરલ વીડિયોમાં યુવતી પોલીસને જવાબ આપતાં એવું કહી રહી છે કે તે પોતે અને જે યુવક સાથે તે આવી છે તે બંને પુખ્ત વયના છે, તેમજ એક જાતિના જ છે અને લગ્ન કરવાના છે, તેમ છતાં પોલીસકર્મીએ યુવતીને તેના પરિવારને ફોન કરવા દબાણ કર્યું. યુવતીએ વિરોધ કરતા પોલીસ અધિકારીએ આદેશાત્મક અવાજમાં કહ્યું, ‘આ છોકરાની બેગમાં ગાંજો મુકી દો.’

વાયરલ વીડિયો અંગે પોલીસ તપાસ શરૂ

આ વીડિયો સામે આવ્યા બાદ સિઓનીના પોલીસ અધિક્ષક કૃષ્ણ લાલચંદાનીએ સમગ્ર મામલાની નોંધ લીધી છે. તેમણે કોતવાલી પોલીસ સ્ટેશનના પ્રભારીને પોલીસ લાઇનમાં હાજર રહેવાનો આદેશ આપ્યો છે અને તપાસ શરૂ કરાવી છે.

પોલીસ અધિકારીઓના જણાવ્યા અનુસાર, વાયરલ વીડિયોની ખરાઈ કરવામાં આવશે. સાથે જ તેમાં દેખાતી વાતચીત અને સમગ્ર ઘટનાની પરિસ્થિતિની પણ તપાસ કરવામાં આવશે. હવે તપાસમાં આ કથિત કાવતરાની હકીકત શું સામે આવે છે તેના પર સૌની નજર છે.


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *