મધ્યપ્રદેશના ગ્વાલિયરમાં નવરાત્રી પર્વ દરમિયાન પવિત્ર ધાર્મિક આસ્થાના કેન્દ્ર પર એક કાળજું કંપાવી દેનારી અને અત્યંત હૃદયદ્રાવક હોનારત સર્જાઈ છે. ગ્વાલિયર સ્થિત પ્રસિદ્ધ શીતળા માતા મંદિરે દર્શનાર્થે પહોંચેલા શ્રદ્ધાળુઓ પર મધરાતે એક ઝડપી અને ઓવરલોડેડ ટ્રક કાળ બનીને ફરી વળ્યો હતો. ડાંગર ભરેલો આ તોતિંગ ટ્રક પોલીસ બેરિકેડ્સને ફંગોળીને મંદિરની બાહ્ય દીવાલ, મુખ્ય પ્રવેશદ્વાર અને આસપાસની દુકાનોને કચડતો કચડતો પલટી મારી ગયો હતો. આ ગમખ્વાર દુર્ઘટનામાં 13 નિર્દોષ શ્રદ્ધાળુઓના ઘટનાસ્થળે જ કમકમાટીભર્યા મોત નિપજ્યા છે, જ્યારે ફરજ પર તૈનાત બે પોલીસકર્મીઓ સહિત ૨૭ જેટલા લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા છે.
<a href="
<a href="
?ref_src=twsrc%5Etfw%7Ctwcamp%5Etweetembed%7Ctwterm%5E2111603389272613100%7Ctwgr%5E%7Ctwcon%5Es1_c10&ref_url”>
=” target=”_blank”>
પ્રતિબંધિત છિનોર રોડ પરથી બેરિકેડ તોડીને ઘૂસ્યો ટ્રક
ગ્વાલિયરના વરિષ્ઠ પોલીસ અધિક્ષક (SSP) ધર્મવીર સિંહે ઘટનાની વિગતો આપતાં જણાવ્યું હતું કે આ કાળમુખો અકસ્માત મધરાતે આશરે ૧:૩૦ વાગ્યાના સુમારે રસ્તાની છિનોર બાજુએ બન્યો હતો. નવરાત્રીના તહેવાર અને ભક્તોની ભારે ભીડને ધ્યાનમાં રાખીને વહીવટી તંત્ર દ્વારા આ માર્ગ પર ભારે વાહનોની અવરજવર પર સંપૂર્ણ પ્રતિબંધ (નો-એન્ટ્રી) મૂકવામાં આવ્યો હતો.આમ છતાં, છિનોર તરફથી ડાંગર ભરીને પૂરપાટ ઝડપે આવી રહેલા બેકાબૂ ટ્રકે પોલીસ બેરિકેડ્સ અને સ્ટોપર્સને તોડી નાખ્યા હતા.ટ્રકે કાબૂ ગુમાવી દીધો હતો અને મંદિરના ગેટ તેમજ બહાર લાગેલી પ્રસાદી-પૂજાની દુકાનો ઉપર ધડાકાભેર પલટી ખાઈ ગયો હતો.
13 ના મોત અને5-6 ની હાલત અત્યંત નાજુક
વિસ્ફોટ જેવા અવાજ સાથે ટ્રક પલટી જતાં મંદિર પરિસરમાં નાસભાગ અને હૈયાફાટ રુદન મચી ગયું હતું. કાટમાળ અને ડાંગરની બોરીઓ નીચે દબાઈ જવાથી ઘણા શ્રદ્ધાળુઓના ઘટનાસ્થળે જ શ્વાસ થંભી ગયા હતા.ઘટનાની જાણ થતાં જ પોલીસ અને બચાવ દળે તાત્કાલિક કુલ ૩૯ લોકોને હોસ્પિટલમાં ખસેડ્યા હતા, જ્યાં ફરજ પરના તબીબોએ 13 લોકોને મૃત જાહેર કર્યા હતા. સારવાર હેઠળ રહેલા ઘાયલો પૈકી 5 થી 6 લોકોની હાલત અત્યંત ગંભીર છે અને તેમને ગંભીર ફ્રેક્ચર તેમજ શરીરના અંદરના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી છે.ભીડ નિયંત્રણ માટે ત્યાં ફરજ બજાવી રહેલા બે પોલીસકર્મીઓ પણ આ ટ્રકની અડફેટે આવી જતાં ઘાયલ થયા છે.
‘નો-એન્ટ્રી’ હોવા છતાં ટ્રક કેવી રીતે પહોંચ્યો?
હોનારતની ગંભીરતાને ધ્યાને લઈ જિલ્લા પ્રશાસને ઉચ્ચ સ્તરીય તપાસ શરૂ કરી છે. ગ્વાલિયરના કલેક્ટર રુચિકા ચૌહાણે જણાવ્યું હતું કે રાત્રે ૧:૩૦ વાગ્યે છિનોર તરફથી મંદિર તરફ આવી રહેલી ટ્રકે કાબૂ ગુમાવી સતત ડાબી તરફ વળી દુર્ઘટના સર્જી હોવાની માહિતી મળતાં જ તાબડતોબ એમ્બ્યુલન્સ અને રેસ્ક્યુ ટીમો રવાના કરવામાં આવી હતી.નવરાત્રી નિમિત્તે ત્યાં સ્પેશિયલ પોલીસ ચોકી અને બેરિકેડ સ્ટોપર તૈનાત હોવા છતાં ભારે વાહન માટે પ્રતિબંધિત આ માર્ગ પર ટ્રક અંદર કેવી રીતે ઘૂસ્યો તેની ઊંડાણપૂર્વક તપાસના આદેશ અપાયા છે.ટ્રકમાં કોઈ યાંત્રિક ખામી (મિકેનિકલ ફેઈલ્યોર) સર્જાઈ હતી કે કેમ અને ટ્રક અચાનક શા માટે ડાબી તરફ વળી ગયો તે જાણવા માટે પ્રાદેશિક પરિવહન કચેરી (RTO) ની ટેકનિકલ ટીમને તપાસ સોંપવામાં આવી છે.
આ પણ વાંચો: October 18, 2026: અમિત શાહ બંગાળના પ્રવાસે, રાહુલ ગાંધી ગોવામાં યાત્રામાં જોડાશે
