Maharashtra : મોડી રાત્રે મુંબઇના કુર્લામાં ઘર પડી મસમોટી ક્રેન, 10 લોકો ઘાયલ, Video

📅 Published: August 21, 2026 | 📂 Category: India National

શુક્રવારે સવારે મુંબઈના કુર્લા વિસ્તારમાં એક ગંભીર અકસ્માત સર્જાયો હતો. કુર્લાના કુરેશી નગર વિસ્તારમાં મુંબઈ મેટ્રોપોલિટન રિજન ડેવલપમેન્ટ ઓથોરિટી (MMRDA) દ્વારા ચાલી રહેલા બાંધકામ અને શિફ્ટિંગ ઓપરેશન દરમિયાન એક વિશાળ ક્રેન અચાનક અનિયંત્રિત થઈને એક ઘર પર પડી હતી. આ ઘટનામાં ક્રેન દ્વારા ખસેડવામાં આવી રહેલું જેસીબી (JCB) પણ નીચે પટકાયું હતું.

MMRDAનું કામ કરતી ક્રેન ઘર પર પડી

સેન્ટ્રલ રેલવેના જણાવ્યા અનુસાર, આ અકસ્માત શુક્રવારે વહેલી સવારે આશરે 2:40 વાગ્યે થયો હતો. નજીકના બાંધકામ સ્થળ પર કાર્યરત MMRDAની ક્રેન કુર્લા અને ટ્રોમ્બે વચ્ચેના ઓવરહેડ ઇલેક્ટ્રિક લાઇન તેમજ સિંગલ-લાઇન રેલવે ટ્રેક પર પડી હતી. જોકે, રાહતની વાત એ રહી કે આ રેલવે લાઇન મુખ્યત્વે માલગાડીઓ (ફ્રેટ ટ્રેનો) માટે ઉપયોગમાં લેવાય છે, જેના કારણે પેસેન્જર ટ્રેન સેવાઓ પર કોઈ નકારાત્મક અસર પડી ન હતી અને મોટો રેલવે અકસ્માત ટળી ગયો હતો.

દુર્ઘટનામાં કોઇજાનહાનિ નહીં

ઘટનાની જાણ થતાં જ પોલીસ અને રેલવેના અધિકારીઓ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. સ્થાનિક લોકોના જણાવ્યા અનુસાર, આ અકસ્માતમાં 8 થી 10 લોકો ઘાયલ થયા છે, જ્યારે રેલવે પ્રશાસને સત્તાવાર રીતે બે લોકોને ઈજા થઈ હોવાની પુષ્ટિ કરી છે. સદનસીબે, આ દુર્ઘટનામાં કોઈ જાનહાનિના અહેવાલ નથી. પ્રશાસન દ્વારા તાત્કાલિક ધોરણે રાહત અને બચાવ કામગીરી હાથ ધરવામાં આવી હતી અને રેલવે ટ્રેક તેમજ ઘર પરથી કાટમાળ હટાવવાની કામગીરી શરૂ કરવામાં આવી છે. આ દુર્ઘટના માટે MMRDAની બેદરકારી જવાબદાર હોવાનું મનાઈ રહ્યું છે અને સત્તાવાળાઓ દ્વારા સમગ્ર મામલાની ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરવામાં આવી છે.

આ પણ વાંચોઃ Pakistan: ‘બેક ટુ જેલ’, મેડિકલ ચેકઅપ બાદ ઇમરાન ખાન ફરી પાછા જેલમાં મોકલાયા


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *