Mahesana : જિલ્લાની 608 ગ્રામ પંચાયતોમાં બીજી ઓકટોબરે ગ્રામ સભાનું આયોજન

📅 Published: September 30, 2026 | 📂 Category: gujarati-news

ગાંધી જયંતીના રોજ મહેસાણા જિલ્લાની તમામ ગ્રામ પંચાયતોમાં ખાસ ગ્રામસભાનું આયોજન કરવામાં આવ્યું છે. આ વખતે ગ્રામસભાની કાર્યવાહીનું ઓડિયો તથા વિડિયો રેકોર્ડિંગ ફરજિયાત બનાવવામાં આવ્યું છે. આ ઉપરાંત, પ્રથમ વખત આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) આધારિત મિનિટ્સ ઓફ્ મીટિંગ જનરેટ કરીને તેની ચકાસણી કરવામાં આવશે. ગ્રામસભાની તમામવિગતો, ડેટા એન્ટ્રી, ફોટોગ્રાફ્સ અને 2 થી 3 મિનિટના ટૂંકા વિડિયો Gram Sabha/e-Gram Swaraj Portal પર અપલોડ કરવાના રહેશે. મહેસાણા, વડનગર, સતલાસણા, ખેરાલુ, ઊંઝા અને વિજાપુરના વિવિધ ગામોમાં ગ્રામસભા માટે જિલ્લા- તાલુકા કક્ષાના લાઈઝન અધિકારીઓની પણ નિમણૂક કરવામાં આવી છે.

ગ્રામસભામાં ચૂંટાયેલા પ્રતિનિધિઓ, મહિલા સભ્યો, સ્વયં સહાય જૂથો, યુવાનો, એસ.સી.,એસ.ટી. પરિવારો તેમજ ગામના તમામ લોકોની મહત્તમ હાજરી સુનિશ્ચિત કરવા માટે સૂચના આપવામાં આવી છે. ગ્રામસભા સાથે મહિલા અને બાળસભા પણ યોજાશે. જેમાં બાળકીઓ, સગર્ભા માતાઓ અને કિશોરીઓના પોષણ સ્તર, આરોગ્ય, શિક્ષણ અને પરિવાર નિયોજન અંગે વિગતવાર ચર્ચા કરાશે. કુપોષણ દૂર કરવા માટે લેવાયેલા પગલાંનો સમાવેશ GPDP પ્લાનમાં કરવામાં આવશે. સેવા સંકલ્પ અભિયાન અંતર્ગત વિવિધ વિભાગો દ્વારા તૈયાર કરાયેલી પ્રતિજ્ઞાઓ ગ્રામજનોને લેવડાવવામાં આવશે. દરેક તાલુકામાં તાલુકા વિકાસ અધિકારી મોનિટરિંગ કરશે. ગ્રામસભાનો સંકલિત અહેવાલ તા.3.10.2026 સુધીમાં જિલ્લા કચેરીને મોકલી આપવાનો રહેશે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *