Mahesana : મહેસાણા બાયપાસ સુવિધા સર્કલ પાસે કારમાંથી 3.88 લાખનો દારૂ ઝડપાયો

📅 Published: September 24, 2026 | 📂 Category: gujarati-news

મહેસાણા લોકલ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા ફ્લ્મિી ઢબે પીછો કરીને વિદેશી દારૂ ભરેલી કાર સાથે એક શખ્સને ઝડપી લેવામાં આવ્યો હતો. જેમાં LCB પીઆઈ એ.એમ. કામળીયાને મળેલી બાતમીના આધારે પીએસઆઈ સહિતના સ્ટાફે સુવિધા સર્કલ નજીક વોચ ગોઠવી હતી.

ચાણસ્મા તરફ્થી આવી રહેલી સફેદ કલરની બલેનો કાર (નં.GJ-27-EJ-6313)ને ટોર્ચ લાઈટના ઈશારે રોકવાનો પ્રયાસ કરતાં કારચાલકે ગાડી ભગાવી શિવાલા સર્કલ તરફ્ હંકારી દીધી હતી. પોલીસે પીછો કરી ઘેરાબંધી સાથે કાર રોકી ચાલક તેજારામ ઘમંડારામ જાટ (ઉં.વ. 27, રહે. ગાલાબેરી, જિ. બાડમેર, રાજસ્થાન)ને ઝડપી પાડયો હતો. તપાસ દરમિયાન કારમાંથી વિવિધ બ્રાન્ડની વિદેશી દારૂ અને બિયરની કુલ 1,440 બોટલ/ટીન (કિંમત રૂ.3,88,224) મળી આવ્યા હતા. પોલીસે દારૂ, રૂ.પાંચ લાખની બલેનો કાર તથા રૂ.3,000નો મોબાઈલ મળી કુલ રૂ.8,91,224નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. આ ગુનામાં સંડોવાયેલા રાજસ્થાનના અન્ય બે આરોપીઓ માલારામ બિશ્નોઈ અને ગંગારામ જાટને પકડવાના બાકી જાહેર કરી મહેસાણા તાલુકા પોલીસ મથકમાં ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરાઈ હતી.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *