Mahisagar: સાલૈયા પાસે રસ્તા પર કાર સળગી; 2 વર્ષના બાળક સાથે પિતાનો બચાવ

📅 Published: September 15, 2026 | 📂 Category: gujarati-news

મહિસાગર જિલ્લાના વીરપુર તાલુકાના સાલૈયા ગામ નજીક એક હૃદયધબકાવતી ઘટના સામે આવી છે. સાલૈયા નજીકથી પસાર થઈ રહેલી એક કારમાં અચાનક જ શંકાસ્પદ સંજોગોમાં આગ ફાટી નીકળી હતી. બનાવ સમયે કારમાં એક વ્યક્તિ તેમના 2 વર્ષના માસુમ બાળક સાથે મુસાફરી કરી રહ્યા હતા.

કારમાં અચાનક આગ ફાટી નીકળી 

ચાલુ કારમાંથી ધુમાડા નીકળતાં જ પિતાએ અસાધારણ સમયસૂચકતા અને ધીરજ દાખવી હતી. તેમણે તુરંત કાર સાઈડમાં ઊભી રાખી ૨ વર્ષના માસુમ બાળકને ખોળામાં લઈ કારની બહાર કૂદકો મારી દીધો હતો.પિતા અને પુત્ર કારમાંથી બહાર નીકળ્યાના ગણતરીના સેકન્ડોમાં જ આગે રૌદ્ર સ્વરૂપ ધારણ કરી લીધું હતું અને આખી કાર આગના ગોળામાં ફેરવાઈ ગઈ હતી. પિતાની ત્વરિત બુદ્ધિમત્તાના કારણે એક મોટી હોનારત ટળી હતી અને પિતા-પુત્ર બંનેનો ચમત્કારિક આબાદ બચાવ થયો હતો.

કાર બળીને ખાખ થઈ ગઈ

કારમાં આગ કયા કારણોસર લાગી તે હજુ સુધી જાણી શકાયું નથી. ઘટનાને પગલે આસપાસના સ્થાનિક લોકો એકઠા થઈ ગયા હતા અને તાત્કાલિક ફાયર બ્રિગેડને જાણ કરી હતી. સ્થાનિકો અને ફાયર ફાયટરોએ આવીને આગ પર કાબૂ મેળવ્યો હતો, પરંતુ તે પહેલાં જ કાર બળીને ખાખ થઈ ગઈ હતી.

આ પણ વાંચો: Junagadh: ખડીયામાં કેમિકલયુક્ત નકલી દૂધ બનાવતું રેકેટ ઝડપાયું, પામોલીન તેલ અને પાવડરથી બનાવાતું હતું ઝેર



📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *