Mangaluru : સંતરા વેચીને સ્કૂલ બનાવનાર પદ્મશ્રી હજબ્બાને નોટિસ, હવે પોતાની ઓળખ સાબિત કરવા દસ્તાવેજો રજૂ કરવા પડશે

📅 Published: September 7, 2026 | 📂 Category: India National

કર્ણાટકના મેંગલુરુની સડકો પર સંતરા વેચીને પોતાના ગામમાં શાળા ઊભી કરનાર અને પદ્મશ્રી સન્માન મેળવનાર સામાજિક કાર્યકર હરેકાલા હજબ્બા હાલ એક અલગ કારણસર ચર્ચામાં આવ્યા છે. દેશના સર્વોચ્ચ નાગરિક સન્માનોમાંથી એક મેળવનાર હજબ્બાને હવે પોતાની ઓળખ સાબિત કરવા માટે દસ્તાવેજો રજૂ કરવાની સ્થિતિ ઊભી થઈ છે.

મતદાર યાદીમાં નામનો ફરક બન્યો મુશ્કેલી

આ સમગ્ર મામલો મતદાર યાદીમાં નોંધાયેલા નામના ફરકને કારણે સામે આવ્યો છે. વર્ષ 2002ની જૂની મતદાર યાદીમાં તેમનું નામ માત્ર ‘હજબ્બા’ તરીકે નોંધાયેલું હતું.

નામમાં તફાવત બહાર આવ્યો 

જ્યારે સમય જતાં તેમના અન્ય સરકારી અને સત્તાવાર દસ્તાવેજોમાં નામ ‘હરેકાળા હજબ્બા’ તરીકે નોંધાયું છે. મતદાર યાદીના રેકોર્ડની ચકાસણી દરમિયાન નામમાં રહેલો આ તફાવત સામે આવતા ચૂંટણી પંચ દ્વારા તેમને નોટિસ આપવામાં આવી હોવાનું સામે આવ્યું છે.

આધારથી પાસપોર્ટ સુધી એક જ નામ

હાલમાં હજબ્બાના આધાર કાર્ડ, રેશન કાર્ડ, પાસપોર્ટ અને નવા મતદાર ઓળખપત્ર સહિતના મુખ્ય દસ્તાવેજોમાં તેમનું નામ ‘હજબ્બા’ તરીકે નોંધાયેલું છે.

પદ્મશ્રી સન્માનમાં પણ હજબ્બા જ લખેલું છે

આ ઉપરાંત ભારત સરકાર દ્વારા આપવામાં આવેલા પદ્મશ્રી સન્માન અને અન્ય રાષ્ટ્રીય તથા આંતરરાષ્ટ્રીય પુરસ્કારોના સત્તાવાર દસ્તાવેજોમાં પણ આ જ નામ નોંધાયેલું છે. તેમ છતાં 2002ની જૂની મતદાર યાદીમાં અલગ નામ હોવાને કારણે વહીવટી પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે.

આંગણવાડી કાર્યકરે ઘરે પહોંચી નોટિસ આપી

આંગણવાડી કાર્યકર પોતે હજબ્બાના ઘરે પહોંચ્યા હતા અને તેમને નોટિસ સોંપવામાં આવી હતી. ચૂંટણી પંચ તરફથી હજબ્બાને 11 સપ્ટેમ્બરના રોજ તેમના ગ્રામ પંચાયત કાર્યાલયમાં હાજર રહેવા માટે સૂચના આપવામાં આવી છે.

પદ્મશ્રીને ઓળખ સાબિત કરવાની નોબત કેમ?

મતદાર યાદીમાં માત્ર નામના તફાવતને કારણે પદ્મશ્રી સન્માનિત સામાજિક કાર્યકરને દસ્તાવેજો સાથે પોતાની ઓળખની ચકાસણી માટે હાજર રહેવું પડે તેવી સ્થિતિ સર્જાઈ છે. હવે ગ્રામ પંચાયત કાર્યાલયમાં રજૂ થનારા દસ્તાવેજોના આધારે આ નામના તફાવતને કેવી રીતે દૂર કરવામાં આવે છે તેના પર સૌની નજર રહેશે.  

આ પણ વાંચો  :     Sandesh Digital Explainer: ગુજરાતમાં એક વર્ષમાં 1,999 મોત, પાણીમાં એવું શું છે જે લોકોને ખેંચી રહ્યું છે મોત તરફ?


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *