Mehesana : નવા બ્રિજના નિર્માણ માટે રણેલા ગામ પાસે જૂનો બ્રિજ તોડી પડાયો

📅 Published: September 14, 2026 | 📂 Category: gujarati-news

મહેસાણા-મોઢેરા રોડ પર રણેલા ગામ નજીક વર્ષોથી વાહનવ્યવહાર માટે ઉપયોગમાં લેવાતા જૂના બ્રિજને તોડી તેની જગ્યાએ નવા બ્રિજના નિર્માણની કામગીરી શરૂ કરવામાં આવી છે. માર્ગ અને મકાન વિભાગ (રાજ્ય), મહેસાણા દ્વારા સરકારની મંજૂરી બાદ બ્રિજ તોડવાની કામગીરી હાથ ધરાઈ છે.જૂના બ્રિજના વિવિધ ભાગોને તબક્કાવાર દૂર કરવામાં આવી રહ્યા છે. બ્રિજને સંપૂર્ણપણે દૂર કર્યા બાદ તેની જગ્યાએ નવા બ્રિજનું નિર્માણ કરવામાં આવશે. મહેસાણા-મોઢેરા રોડ પર સતત વધતા વાહનવ્યવહારને ધ્યાનમાં રાખીને નવી સુવિધા ઊભી કરવાનો નિર્ણય લેવાયો છે.

બ્રિજની કામગીરી દરમિયાન વાહનચાલકોને હાલાકી ન પડે તે માટે જૂના બ્રિજ પરથી પસાર થતો ટ્રાફ્કિ બાજુમાં આવેલા નવા બ્રિજ પરથી ડાયવર્ટ કરવામાં આવ્યો છે. સ્થળ પર બેરિકેડિંગ, ડાયવર્ઝન બોર્ડ, દિશાસૂચક ચિહનો અને રોડ માકિંગ સહિતની વ્યવસ્થા કરવામાં આવી છે.બાંધકામ સ્થળે વાહનચાલકોની સલામતી માટે જરૂરી તકેદારી રાખવામાં આવી રહી છે. નવા બ્રિજનું કામ પૂર્ણ થયા બાદ મહેસાણા-મોઢેરા માર્ગ પર વાહનવ્યવહાર વધુ સલામત અને સુગમ બનવાની સાથે રણેલા તથા આસપાસના ગામોના લોકોનેપણ તેનો લાભ મળશે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *