Mehsanaના ખેરાલુના લૂણવામાં તસ્કરોનો આતંક, ગોગા મહારાજના મંદિરમાંથી રૂ.11 લાખના ચાંદીના છત્ર અને નાગની ચોરી!

📅 Published: October 8, 2026 | 📂 Category: Crime

મહેસાણા જિલ્લાના ખેરાલુ તાલુકામાં આવેલા લૂણવા ગામે આસ્થાના કેન્દ્ર સમાન ગોગા મહારાજના મંદિરમાં સનસનાટીભરી ચોરીની ઘટના સામે આવી છે. પરમદિવસે મોડી રાત્રે અજાણ્યા તસ્કરોએ મંદિરના પરિસરને નિશાન બનાવીને ચોરીને અંજામ આપ્યો હતો. તસ્કરો મંદિરમાંથી આશરે રૂ.11 લાખની કિંમતનો કિંમતી સામાન અને ધાર્મિક છત્ર-દાગીના ચોરીને ફરાર થઈ જતાં સમગ્ર પંથકમાં અરેરાટી વ્યાપી ગઈ છે.

ચાંદીના છત્ર, નાગ અને પૂજા સામગ્રીની ચોરી 

બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર, રાત્રિના અંધારાનો લાભ લઈને મંદિરમાં પ્રવેશેલા તસ્કરોએ પવિત્ર મૂર્તિઓ પર ચડાવેલા ચાંદીના નાગ, ચાંદીના છત્ર, તાંબાના નાગ તેમજ અન્ય કિંમતી પૂજા સામગ્રી અને દાગીનાઓની ચોરી કરી હતી. સવારે જ્યારે ચોરી થવા બાબતનો પર્દાફાશ થયો ત્યારે ગ્રામજનો મોટી સંખ્યામાં મંદિર પરિસરમાં એકઠા થઈ ગયા હતા. આ મામલે તાત્કાલિક ખેરાલુ પોલીસ સ્ટેશનમાં સત્તાવાર ફરિયાદ નોંધાવવામાં આવી છે.

આરોપીઓને સત્વરે ઝડપી પાડવા ઉગ્ર માંગણી

ગોગા મહારાજના પવિત્ર ધામમાં ચોરી થતાં લૂણવા ગામ અને આસપાસના વિસ્તારના શ્રદ્ધાળુઓ અને ગ્રામજનોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. ગ્રામજનોએ પોલીસ તંત્ર સામે આક્રોશ વ્યક્ત કરીને ચોરીમાં સામેલ તસ્કરોને વહેલી તકે ઝડપી પાડી કડકમાં કડક સજા કરવાની અને ચોરાયેલો મુદ્દામાલ પરત મેળવવાની ઉગ્ર માંગણી કરી છે. ખેરાલુ પોલીસે ગુનો નોંધીને ફિંગરપ્રિન્ટ અને સીસીટીવી ફુટેજના આધારે આરોપીઓનું સુરાગ મેળવવા તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.

આ પણ વાંચો : Vadodaraના વિજયનગરમાં પાર્કિંગ મુદ્દે મોટો બબાલ, હોમગાર્ડ જવાને વર્દીનો પટ્ટો ઉતારી વેપારીનું માથું ફોડી નાખ્યું!


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *