Mehsana પોલીસ વિભાગમાં મોટો ફેરબદલ, SP હિમાંશુ સોલંકીએ જાહેર હિતમાં 4 PIની આંતરિક બદલીના કર્યા ઓર્ડર

📅 Published: September 3, 2026 | 📂 Category: gujarati-news

મહેસાણા જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ વધુ સુદ્રઢ બનાવવા અને વહીવટી સરળતા ખાતર પોલીસ વિભાગમાં મહત્વના ફેરબદલ કરવામાં આવ્યા છે. મહેસાણા જિલ્લા પોલીસ અધિક્ષક (SP) હિમાંશુ સોલંકી દ્વારા જાહેર હિતને ધ્યાને રાખીને જિલ્લાના 4 બિન હથિયારી પોલીસ ઇન્સ્પેક્ટર (PI) ની આંતરિક બદલીના ઓર્ડર કરવામાં આવ્યા છે. આ ટ્રાન્સફરના આદેશથી જિલ્લાના વિવિધ મહત્વના પોલીસ મથકોના સંચાલનમાં ફેરફાર જોવા મળશે.

બેચરાજી, વિજાપુર, વસાઈ અને ‘બી’ ડિવિઝન પોલીસ મથકે નવા PIની નિમણૂક

જાહેર કરાયેલા આંતરિક બદલીના ઓર્ડર મુજબ, બેચરાજી ખાતે ફરજ બજાવતા PI એ.એન. ગઢવીની બદલી કરીને તેમને મહેસાણા શહેર ‘બી’ ડિવિઝન ખાતે મૂકવામાં આવ્યા છે. આ ઉપરાંત વિજાપુરના PI આર.જે. ચૌહાણને બદલી કરીને બેચરાજી ખાતે અને વસાઈના PI ટી.જે. દેસાઈની બદલી વિજાપુર પોલીસ સ્ટેશન ખાતે કરવામાં આવી છે. લીવ રિઝર્વમાં રહેલા PI કે.ડી. રાવલને વસાઈ ખાતે નવી નિમણૂક આપવામાં આવી છે.

સંબંધિત અધિકારીઓને તાત્કાલિક અસરથી નવી જગ્યાએ હાજર થવા સૂચના

જિલ્લા પોલીસ વડા હિમાંશુ સોલંકી દ્વારા તમામ 4 બિન હથિયારી પોલીસ ઇન્સ્પેક્ટરોને કોઈ પણ જાતનો વિલંબ કર્યા વગર તાત્કાલિક અસરથી પોતાની નવી બદલી વાળી જગ્યાએ ચાર્જ સંભાળી લેવા સ્પષ્ટ સૂચનાઓ આપવામાં આવી છે. મહેસાણા જિલ્લામાં એકસાથે 4 PI ના આંતરિક ટ્રાન્સફરના આદેશથી પોલીસ બેડામાં ભારે ચર્ચા જાગી છે, અને નવી નિમણૂક પામેલા અધિકારીઓ ટૂંક સમયમાં જ પોતાનો હોદ્દો સંભાળી લેશે.

આ પણ વાંચો : Ahmedabad News : ઇસ્કોન મંદિરમાં તૈયારીઓને અપાયો આખરી ઓપ, આકાશમાં ચમકશે કાનુડાના રૂપ, જન્માષ્ટમી પર ભક્તો માટે અદ્ભુત નજારો


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *