Mehsana News: કડીમાં નવરાત્રિ પૂર્વે શાંતિ સમિતિની બેઠક યોજાઈ, PIએ આપી અસામાજિક તત્ત્વોને સ્પષ્ટ ચેતવણી

📅 Published: October 10, 2026 | 📂 Category: gujarati-news

આગામી નવરાત્રિના પવિત્ર તહેવારને હવે ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે, ત્યારે સમગ્ર રાજ્યમાં સુરક્ષા અને વ્યવસ્થાને લઈને પોલીસ તંત્ર સજ્જ થઈ ગયું છે. મહેસાણા જિલ્લાના કડી શહેરમાં પણ નવરાત્રિ પર્વ શાંતિપૂર્ણ માહોલમાં ઉજવાય અને ખેલૈયાઓ સુરક્ષિત રહીને ગરબા માણી શકે તે હેતુસર પોલીસ સ્ટેશન ખાતે ‘શાંતિ સમિતિની બેઠક’ યોજાઈ હતી. આ બેઠકમાં પોલીસ અધિકારીઓ અને સ્થાનિક આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.

અસામાજિક તત્ત્વો સામે કડક વલણ, PI એ. એસ. રબારીની સીધી ચેતવણી

કડી પોલીસ સ્ટેશનના PI એ. એસ. રબારીએ અસામાજિક તત્ત્વો અને ગુનેગારો સામે અત્યંત કડક વલણ અપનાવતા સ્પષ્ટ શબ્દોમાં ચેતવણી ઉચ્ચારી છે. તેમણે જણાવ્યું હતું કે, તહેવારો દરમિયાન કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જાળવી રાખવા માટે પોલીસ સંપૂર્ણપણે સજ્જ છે અને કોઈપણ પ્રકારની ગેરવર્તણૂક કે તોફાન ચલાવી લેવામાં આવશે નહીં.

Mehsana News: Kadi Navratri 2026 Peace Commission Meeting: Strict Police Warning to Romeo and Antisocial Elements

રોમિયોગીરી અને છેડતી કરનારાઓને કોઈ છૂટછાટ નહીં

નવરાત્રિ દરમિયાન ગરબા ગ્રાઉન્ડસ અને આસપાસના વિસ્તારોમાં મહિલાઓ અને યુવતીઓની સુરક્ષા સર્વોપરી છે. આ બાબતે કડક સંદેશ આપતા PI એ. એસ. રબારીએ જણાવ્યું હતું કે, ગરબા પંડાલોની આસપાસ રોમિયોગીરી કે છેડતી કરનારા અસામાજિક તત્ત્વો સામે પોલીસે લાલ આંખ કરી છે. આવા શખ્સોને કોઈપણ સંજોગોમાં છૂટછાટ આપવામાં આવશે નહીં અને કડક શિક્ષાત્મક કાર્યવાહી કરવામાં આવશે.

Mehsana News: Kadi Navratri 2026 Peace Commission Meeting: Strict Police Warning to Romeo and Antisocial Elements

તડીપાર ગુનેગારોને સુધરી જવા તાકીદ, કડીમાં આશરો લેનારાઓ પર બાજ નજર

બેઠક દરમિયાન ખાસ કરીને તડીપાર કરાયેલા ગુનેગારો પર વિશેષ ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું હતું. જે ગુનેગારો તડીપાર હોવા છતાં ગેરકાયદે રીતે કડી વિસ્તારમાં આશરો લઈ રહ્યા છે કે છુપાઈને ફરી રહ્યા છે, તેમને કડક શબ્દોમાં સુધરી જવાની તાકીદ કરવામાં આવી છે. પોલીસ આવા તત્ત્વોની યાદી તૈયાર કરી રહી છે અને પકડાઈ જવા પર કાયદાનો સકંજો વધુ મજબૂત બનાવવામાં આવશે.

Mehsana News: Kadi Navratri 2026 Peace Commission Meeting: Strict Police Warning to Romeo and Antisocial Elements

ખેલૈયાઓની સુરક્ષા સાથે કોઈ બાંધછોડ નહીં, પોલીસનો ચુસ્ત બંદોબસ્ત

કડી પોલીસ દ્વારા ખેલૈયાઓની સુરક્ષાને પ્રાથમિકતા આપીને તમામ આયોજકોને પણ જરૂરી સૂચનાઓ આપવામાં આવી છે. નવરાત્રિ દરમિયાન ટ્રાફિક વ્યવસ્થા, પાર્કિંગ અને પંડાલોની સુરક્ષા માટે પોલીસ જવાનોનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવશે. કડી પોલીસની આ કડકાઈથી અસામાજિક તત્ત્વોમાં ફફડાટ ફેલાઈ ગયો છે, જ્યારે નાગરિકોમાં સુરક્ષાની ભાવના મજબૂત બની છે.

આ પણ વાંચો: Mehsana News : વારાણસીથી વડનગર પહોંચી ભવ્ય બાઇક યાત્રા, સેવા સંકલ્પ અભિયાન અંતર્ગત હાટકેશ્વર મહાદેવનો કરાયો જળાભિષેક


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *