Mehsana News: નાગલપુરમાં અંગત અદાવતમાં યુવકની ઘાતકી હત્યા, ચાર લોકોએ હુમલો કરી ગળુ કાપ્યું

📅 Published: August 30, 2026 | 📂 Category: gujarati-news

મહેસાણા શહેરના મોઢેરા ચોકડી અને નાગલપુર વિસ્તારમાં અંગત અદાવતને લીધે જૂની તકરારમાં એક યુવકની તીક્ષ્ણ હથિયારો વડે ગળું કાપીને ઘાતકી હત્યા કરવામાં આવતા સમગ્ર વિસ્તારમાં ભારે સનસનાટી મચી ગઈ છે.જાહેર રસ્તા પર જ બોલાચાલી બાદ આચરાયેલા આ ગમખ્વાર હત્યાકાંડને પગલે સ્થાનિકોમાં અરેરાટી વ્યાપી ગઈ છે.

યુવક લોહીલુહાણ હાલતમાં ઢળી પડ્યો હતો

મળતી વિગતો અનુસાર, નાગલપુર વિસ્તારમાં રહેતા સાબીર હુસેન ગુલામરસૂલ સૈયદ નામના યુવકની અંગત અદાવતમાં હત્યા કરવામાં આવી છે.મૃતકના ભાઈ નઝીર હુસેન સૈયદના જણાવ્યા મુજબ,અગાઉથી ચાલી આવતી તકરારને કારણે સાકિર રફીક મોહમ્મદ સૈયદ, તેનો ચાચા, તેનો ભાણો અને કાર ડ્રાઇવર સહિત ચારથી વધુ લોકોએ ભેગા મળીને સાબીર હુસેનને આંતર્યો હતો.પ્રથમ બોલાચાલી અને ઉગ્ર ઝઘડો થયા બાદ ઉશ્કેરાયેલા આરોપીઓએ પોતાની પાસે રહેલા તીક્ષ્ણ હથિયારો વડે સાબીર હુસેન પર તૂટી પડ્યા હતા. આરોપીઓએ તેના ગળાના ભાગે તીક્ષ્ણ શસ્ત્રથી ગંભીર ઘા મારી ગળું કાપી નાખ્યું હતું, જેના કારણે યુવક લોહીલુહાણ હાલતમાં ઢળી પડ્યો હતો અને તેનું ઘટનાસ્થળે જ કરૂણ મોત નીપજ્યું હતું.

ઈજાગ્રસ્ત આરોપીને અમદાવાદ રિફર કરાયો

હત્યાની આ સામસામેની તકરાર અને ઝપાઝપી દરમિયાન આરોપી પક્ષનો પણ એક ઈસમ ઈજાગ્રસ્ત થયો હતો.બનાવ બાદ ઈજાગ્રસ્ત આરોપીને તાત્કાલિક સારવાર અર્થે મહેસાણા સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો.જ્યાં પ્રાથમિક સારવારમાં ટાંકા લીધા બાદ તેની ગંભીર સ્થિતિ અને સુરક્ષાને ધ્યાનમાં રાખીને કડક પોલીસ બંદોબસ્ત વચ્ચે વધુ સારવાર અર્થે અમદાવાદ રીફર કરવામાં આવ્યો છે.ઘટનાની જાણ થતાં જ મહેસાણા પોલીસનો ઉચ્ચ અધિકારીઓ સહિતનો કાફલો ઘટનાસ્થળે અને સિવિલ હોસ્પિટલ દોડી આવ્યો હતો. પોલીસે મૃતકના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડીને પરિવારજનોની ફરિયાદના આધારે સાકિર સૈયદ, માજિદ ઉર્ફે ગેટ્ટી અને અન્ય સહ-આરોપીઓ વિરુદ્ધ હત્યાનો ગુનો દાખલ કર્યો છે. 

આ પણ વાંચોઃ Panchmahal News: ગોધરા દાહોદ હાઈવે પરથી દારુ ભરેલો ટ્રક ઝડપાયો, બુટગેલરે પ્લાસ્ટિકના કોથળામાં જથ્થો સંતાડ્યો હતો


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *