Mesana News: મોઢેરા પાસે પ્રેમી પંખીડાએ ગળેફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું, ઝાડ પર લટકતી હાલતમાં મળ્યા મૃતદેહ

📅 Published: October 22, 2026 | 📂 Category: Crime

મહેસાણા જિલ્લાના બહુચરાજી તાલુકામાં આવેલા ઐતિહાસિક મોઢેરા ગામ નજીક એક અત્યંત કરુણ અને ગંભીર ઘટના સામે આવી છે. મોઢેશ્વરી માતાજી મંદિરની પાછળના ભાગેથી પ્રેમીપંખીડાના મૃતદેહ મળી આવતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે.

વિજાપુરડા રોડ પર ઝાડ સાથે લટકતી હાલતમાં મળ્યા મૃતદેહ

મંદિર પાછળથી વિજાપુરડા ગામ તરફ જતા રોડ પર આવેલા એક ઝાડ પરથી પ્રેમી પંખીડાના મૃતદેહ લટકતી હાલતમાં મળી આવ્યા હતા. બન્ને પ્રેમી પંખીડાઓએ ઝાડની ડાળી સાથે રસ્સી બાંધીને ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી હતી. આ દ્રશ્ય જોતા જ સ્થાનિકોએ તાત્કાલિક પોલીસને જાણ કરી હતી.

મોઢેરાના યુવક અને પંચાસરની યુવતીએ લીધું આત્યંતિક પગલું

પોલીસની પ્રાથમિક તપાસમાં મૃતકોની ઓળખ થઈ ગઈ છે. આત્મહત્યા કરનારા પ્રેમી યુવકની ઓળખ મોઢેરા ગામના સંજય ઠાકોર તરીકે થઈ છે, જ્યારે પ્રેમિકા ચાણસ્મા તાલુકાના પંચાસર ગામની સપના ઠાકોર હોવાનું ખુલ્યું છે. આ બનાવથી બંને પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું છે.

Mehsana News: Lovers Commit Suicide Near Modheshwari Temple in Modhera

આત્મહત્યાનું ચોક્કસ કારણ હજુ પણ અકબંધ

પ્રેમી પંખીડાએ કયા સંજોગોમાં અને કયા કારણે આટલું મોટું આત્યંતિક પગલું ભર્યું તે અંગેનું ચોક્કસ કારણ હજુ સુધી જાણી શકાયું નથી. ઘટનાની જાણ થતાં જ પોલીસે સ્થળ પર પહોંચીને બંને મૃતદેહોને પોસ્ટ મોર્ટમ માટે ખસેડ્યા છે અને આત્મહત્યાનું કારણ જાણવા માટે આગળની કાયદેસરની તપાસ હાથ ધરી છે.

આ પણ વાંચો: Mehsana : સતલાસણાના મીની પાવાગઢમાં દુર્ઘટના, એક્ટિવા ખીણમાં ખાબકતાં પતિ-પત્નીનાં મોત


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *