Mohsin Naqvi Trophy : 'ટ્રફી ચોર નકવી', મહિલા એશિયા કપ ફાઈનલ પહેલા વાતાવરણમાં ગરમાવો

📅 Published: September 6, 2026 | 📂 Category: cricket

વુમન્સ T20 એશિયા કપ 2026ની ફાઇનલ પહેલાં ટ્રોફીને લઈને ચર્ચા તેજ બની છે.એશિયન ક્રિકેટ કાઉન્સિલના પ્રમુખ મોહસિન નકવી ફાઇનલમાં મુખ્ય અતિથિ તરીકે હાજર રહેવાના અહેવાલ છે.એટલું જ નહીં વિજેતા ટીમને ટ્રોફી પણ તેમના હાથે આપવામાં આવી શકે છે.આવી સ્થિતિમાં જો ભારતીય મહિલા ટીમ ફાઇનલમાં પહોંચે અને ખિતાબ જીતી લે,તો ટ્રોફી સ્વીકારવાની પ્રક્રિયા પર સૌની નજર રહેશે.દુબઈમાં 13 સપ્ટેમ્બરે મહિલા એશિયા કપની ફાઇનલ રમાવાની છે.ભારતીય ટીમ ટૂર્નામેન્ટમાં અત્યાર સુધી મજબૂત પ્રદર્શન કરી રહી છે અને સેમિફાઇનલમાં પોતાનું સ્થાન નક્કી કરી ચૂકી છે. તેથી ભારતીય ટીમ ખિતાબની મુખ્ય દાવેદાર માનવામાં આવી રહી છે.

નકવીને લઈને કેમ થઈ રહી છે ચર્ચા?

મોહસિન નકવી એક તરફ ACCના પ્રમુખ છે,જ્યારે બીજી તરફ તેઓ પાકિસ્તાન ક્રિકેટ બોર્ડના ચેરમેન પણ છે.આ કારણે જો ભારત ફાઇનલમાં પહોંચે અને ચેમ્પિયન બને તો ટ્રોફી પ્રેઝન્ટેશનને લઈને રસપ્રદ સ્થિતિ ઊભી થઈ શકે છે.હાલ ભારતીય ટીમ તરફથી આ મુદ્દે કોઈ સત્તાવાર નિવેદન સામે આવ્યું નથી.આ ચર્ચાનું મુખ્ય કારણ ગયા વર્ષે પુરુષ એશિયા કપની ફાઇનલમાં બનેલી ઘટના છે.2025માં ભારતે પાકિસ્તાનને હરાવીને એશિયા કપનો ખિતાબ જીત્યો હતો.ત્યારબાદ ભારતીય ટીમે નકવીના હાથે ટ્રોફી સ્વીકારવાનું ટાળ્યું હતું.ખેલાડીઓએ વ્યક્તિગત પુરસ્કારો મેળવ્યા હતા,પરંતુ વિજેતા ટ્રોફી સમારોહમાં સ્વીકારવામાં આવી નહોતી.

Mohsin Naqvi Trophy

હવે મહિલા ટીમ સામે મોટો સવાલ

ગયા વર્ષની ઘટના બાદ હવે મહિલા એશિયા કપમાં ફરી આવી જ સ્થિતિ સર્જાય છે કે નહીં તેના પર ચર્ચા થઈ રહી છે.જો હરમનપ્રીત કૌરની આગેવાની હેઠળની ભારતીય ટીમ ફાઇનલમાં પહોંચે અને ટ્રોફી જીતી લે,તો સૌથી મોટો સવાલ એ રહેશે કે ટ્રોફી કઈ રીતે સ્વીકારવામાં આવશે.હાલમાં આ અંગે કોઈ અંતિમ નિર્ણય જાહેર થયો નથી. તેથી અત્યારે કોઈ નિશ્ચિત વાત કહેવી યોગ્ય નથી.જોકે નકવીના મુખ્ય અતિથિ હોવાના અહેવાલને કારણે ફાઇનલના પરિણામ કરતાં ટ્રોફી પ્રેઝન્ટેશન પણ ચર્ચાનું મોટું કારણ બની ગયું છે.

ભારત માટે પ્રથમ લક્ષ્ય ફાઇનલમાં પહોંચવાનું

ટ્રોફી અંગેની ચર્ચા વચ્ચે ભારતીય ટીમનું ધ્યાન હાલમાં મેદાન પર છે.ભારતે ગ્રુપ સ્ટેજમાં શાનદાર પ્રદર્શન કર્યું છે અને પાકિસ્તાન સામે પણ એકતરફી જીત મેળવી હતી.હવે ટીમનું પ્રથમ લક્ષ્ય ફાઇનલમાં સ્થાન મેળવવાનું રહેશે.જો ભારત ફાઇનલમાં પહોંચીને એશિયા કપ જીતે છે, તો ત્યારબાદ નકવીના હાથે ટ્રોફી લેવાની સ્થિતિ શું રહેશે તે જોતું રહેશે. આ મુદ્દે કોઈ સત્તાવાર નિર્ણય કે ભારતીય ટીમનું નિવેદન આવે ત્યાં સુધી તમામ ચર્ચા માત્ર સંભાવનાઓ પર આધારિત રહેશે.આથી 13 સપ્ટેમ્બરની ફાઇનલ માત્ર મેદાન પરની સ્પર્ધા માટે જ નહીં, પરંતુ ટ્રોફી પ્રેઝન્ટેશનને કારણે પણ ખાસ બની શકે છે.

આ પણ વાંચો – Mohammed Shamiએ દુલીપ ટ્રોફીમાં રચ્યો ઈતિહાસ, મેળવી ઐતિહાસિક સિદ્ધિ


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *