Monsoon 2026: ગુજરાતમાં 5 વરસાદી સિસ્ટમ એકસાથે સક્રિય: આગામી 7 દિવસ સાર્વત્રિક વરસાદની આગાહી

📅 Published: August 18, 2026 | 📂 Category: Ahmedabad

ગુજરાતમાં વાદળછાયા વાતાવરણ વચ્ચે હવામાન વિભાગની તાજી માહિતી અનુસાર, રાજ્ય પર એક સાથે 5 અલગ-અલગ વરસાદી સિસ્ટમ સક્રિય થઈ ગઈ છે. આ સિસ્ટમના કારણે આગામી 7 દિવસ સુધી સમગ્ર ગુજરાતમાં સાર્વત્રિક અને ધોધમાર વરસાદ વરસવાની પૂરતી શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે.

ઉત્તર ગુજરાતમાં વરસાદી માહોલ રહી શકે

વિશેષ કરીને ઉત્તર ગુજરાતના બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા અને અરવલ્લીમાં ભારે વરસાદી માહોલ રહેશે. આ સાથે મધ્ય ગુજરાતના ખેડા, અમદાવાદ, ગાંધીનગર, પંચમહાલ, દાહોદ અને મહિસાગર જિલ્લામાં પણ વાદળછાયા વાતાવરણ વચ્ચે મુસળધાર વરસાદ પડવાની આગાહી છે.

દક્ષિણ અને મધ્ય ગુજરાતમાં પણ વરસાદી ઝાંપટા

બીજી તરફ, દક્ષિણ ગુજરાત અને વડોદરા પટ્ટામાં પણ વરસાદની આગાહી કરશે. વડોદરા, ભરૂચ, નર્મદા, ડાંગ, સુરત, તાપી, નવસારી અને વલસાડમાં વરસાદ વરસવાની સંભાવના છે.  

આ પણ વાંચો  :   Patan : લોકગાયિકા કિંજલ રબારીએ પ્રભુતામાં પગલાં માંડ્યા, ભુતકાળ ભુલી આ યુવક સાથે કર્યા લગ્ન


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *