Most Wanted : ઇન્ટરપોલની મોસ્ટ વોન્ટેડ યાદીમાં ટોપ-10માં આ રાજ્યના ખૂંખાર 10 અપરાધીઓના નામ, આતંકીઓ પર ગંભીર આરોપ

📅 Published: November 9, 2026 | 📂 Category: Crime

ભારતનું એક નાનું રાજ્ય છે જેની વસ્તી 28 લાખ છે. છતાં, ઇન્ટરપોલની ટોચના ભારતીય આતંકવાદીઓની યાદીમાં ટોચના 10 અપરાધીઓ આ રાજ્યના છે. સીબીઆઈની રેડ કોર્નર યાદી પર નજર નાખતા જાણવા મળે છે કે આ ગુનેગારો પર રાજદ્રોહ જેવા ગંભીર આરોપો છે. આ રાજ્ય છે મણિપુર

ઇન્ટરપોલની યાદી

મણિપુરના થૌબલ શહેરમાંથી એક એવો આતંકી સામે આવ્યો હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે, જેનું નામ ભારતની મોસ્ટ વોન્ટેડ યાદીમાં ટોચ પર હોવાનું કહેવાય છે. મેપાક ખુરાઇજમ નામના આ વ્યક્તિ પર ભારત સરકાર સામે યુદ્ધ છેડવા અને આતંકી પ્રવૃત્તિઓમાં સામેલ હોવાના ગંભીર આરોપ છે. સુરક્ષા એજન્સીઓની કાર્યવાહી બાદ તે દેશ છોડીને ફરાર થયો હોવાનું જણાવવામાં આવ્યું છે.

મેપાક ખુરાઇજમ સામે ગંભીર આરોપ

આપવામાં આવેલી વિગતો અનુસાર, મેપાક ખુરાઇજમને આતંકી પ્રવૃત્તિઓ અને વિસ્ફોટક બનાવવાની સામગ્રી રાખવાના ગુનામાં સજા થઈ ચૂકી છે. તેની પાસેથી હથિયારો પણ મળી આવ્યા હોવાનો ઉલ્લેખ છે. ભારત સરકાર સામે ખુલ્લેઆમ યુદ્ધ છેડવાના પ્રયાસના આરોપોને કારણે તે સુરક્ષા એજન્સીઓની નજરમાં છે.

મોસ્ટ વોન્ટેડ યાદીમાં બીજા ક્રમે પ્રેમાનંદ સિંહ

યાદીમાં બીજા ક્રમે પ્રેમાનંદ સિંહ નોંગમૈથેમનું નામ હોવાનું જણાવાયું છે. 44 વર્ષીય પ્રેમાનંદ પર આતંકી સંગઠનનો સભ્ય હોવા અને હત્યા જેવા ગંભીર ગુનાઓના આરોપ છે. ભારત સરકાર સામે યુદ્ધ છેડવાનો પ્રયાસ કરવા બદલ તેને સજા થઈ હોવાનો પણ દાવો કરવામાં આવ્યો છે.

ત્રીજા ક્રમે સ્ટારસન લમકાંગ

પૂર્વ ઇમ્ફાલ જિલ્લામાં ઉછરેલા સ્ટારસન લમકાંગનું નામ ત્રીજા ક્રમે દર્શાવાયું છે. તેના પર સરહદ પારથી હથિયારોની દાણચોરીમાં ભૂમિકા ભજવવા અને સરકારને અસ્થિર કરવાના પ્રયાસોના આરોપ છે. તે મોટાભાગે માથે ટોપી પહેરતો હોવાનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે.

પ્રતિબંધિત સંગઠન સાથે જોડાયેલા નામો

યાદીમાં ચોથા ક્રમે સિમોન લૈશ્રામનું નામ છે. તે પ્રતિબંધિત કાંગલેઇપાક કમ્યુનિસ્ટ પાર્ટી સાથે જોડાયેલો હોવાનું જણાવાયું છે.

આતંકી સંગઠનો સાથે સંબંધ 

પાંચમા ક્રમે ગાંધી સિંહ થોકચોમનું નામ છે. તેના પર અનેક ગંભીર ગુનાઓ અને પ્રતિબંધિત આતંકી સંગઠનો સાથે સંબંધ હોવાના આરોપ છે. તેને ઇન્ટરપોલની રેડ નોટિસ યાદીમાં રાખવામાં આવ્યો હોવાનો દાવો પણ કરવામાં આવ્યો છે.

છથી દસમા ક્રમે પણ મણિપુરના નામ

આ યાદીમાં છઠ્ઠા ક્રમે રઘુ તાખેલમબામ, સાતમા ક્રમે નોયોન સિંહ ક્ષેત્રિમાયુમ, આઠમા ક્રમે સોમરેન્દ્ર સિંહ થૌદમ, નવમા ક્રમે બ્રોજેન સિંહ ક્ષેત્રિમાયુમ અને દસમા ક્રમે નાનાઓ સિંહ નામિરકપામનાં નામ દર્શાવવામાં આવ્યાં છે.

અન્ય રાજ્યો અને વિદેશના લોકોનાં નામ 

આ ઉપરાંત યાદીમાં અન્ય રાજ્યો અને વિદેશના લોકોનાં નામ પણ હોવાનું જણાવાયું છે. 18મા ક્રમે રોમાનિયાના કોન્સ્ટેન્ટિન ક્રિસ્ટિયન વિક્ટર અને 19મા ક્રમે તમિલનાડુના સોહેલ હમીદ શેખ દાઉદનું નામ હોવાનો ઉલ્લેખ છે.   

આ પણ વાંચો :    Accident : ગળામાં ફસાયો ફુગ્ગો, 13 વર્ષની બાળકીનું મોત; દિવાળીની ખુશીઓ પળવારમાં માતમમાં ફેરવાઈ


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *