MS યુનિ.માં વિદ્યાર્થી-વિદ્યાર્થિનીના બે કપલની પ્રેમલીલા, VIDEO:બિનધાસ્ત બની આર્ટ્સ ફેકલ્ટીના ક્લાસરૂમમાં જ KISS કરી, ડીને કહ્યું-શિસ્ત સમિતિની રચના કરી

📅 Published: September 10, 2026 | 📂 Category: gujarati-news

MS યુનિવર્સિટીમાં ફરી વિદ્યાર્થી અને વિદ્યાર્થીઓના કિસ કરતા વીડિયો સામે આવ્યા છે. બે કપલ ક્લાસરૂમમાં બિનધાસ્ત બનીને અન્ય વિદ્યાર્થીઓની હાજરીમાં રોમાન્સ કરતા જોવા મળે છે. આર્ટ્સ ફેકલ્ટીના આ બે વીડિયો હાલ સોશિયલ મીડિયા પર પણ ખૂબ જ વાઇરલ થઈ રહ્યા છે. આ મામલે યુનિવર્સિટી તપાસ પણ શરૂ કરી દીધી છે. ક્લાસરૂમમાં જ્યારે આ બે કપલ રોમાન્સમાં મગ્ન હતા ત્યારે તેની પાછળ બેઠેલા કોઈ વ્યક્તિએ આ વીડિયો શૂટ કરી લીધો હતો.જો કે વાઇરલ વીડિયોની દિવ્ય ભાસ્કર પુષ્ટિ કરતું નથી.
આ અંગે કોમર્સ ફેકલ્ટીના વિદ્યાર્થી નેતા પંકજ જયસ્વાલે જણાવ્યું હતું કે; આ ઘટના પહેલીવાર નથી આવી ઘટના અગાઉ પણ બનેલી છે. યુનિવર્સિટીના પદવીદાન સમારોહમાં રાષ્ટ્રપતિ જ્યારે આવવાના છે, ત્યારે તેઓ એશિયાનો બીજા નંબરનો મોટામાં મોટો ડોમ છે. આ ડોમ નીચે આ ઘટના બની છે.આર્ટ્સ ફેકલ્ટીના સત્તાધીશો અગાઉ પણ નિષ્ફળ રહ્યા છે અને આજે પણ નિષ્ફળ છે. આ બાબતે કડક પગલાં લેવાતા હોય તો લેવા જ જોઈએ. ઓક્ટોબર-2025માં ચાલુ પરીક્ષામાં વિદ્યાર્થી-વિદ્યાર્થિનીએ કિસ કરી હતી ગત ઓક્ટોબર 2025માં પણ આર્ટ્સ ફેકલ્ટીનો આવો જ એક વીડિયો વાઇરલ થયો હતો. જેમાં ચાલુ પરીક્ષામાં એક વિદ્યાર્થી એક વિદ્યાર્થિનીને કિસ કરતો હોય એવો વીડિયો વાઇરલ થયો હતો. ફરીવાર આવી ઘટના સામે આવતા યુનિવર્સિટીની શિસ્ત સામે સવાલો ઉઠ્યા છે.(વાંચો સંપૂર્ણ અહેવાલ)


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *