MS Dhoni માટે રોહિતનો પ્રેમ છલકાયો, નિવૃત્તિ પર લખી દિલની વાત!

📅 Published: November 18, 2026 | 📂 Category: cricket

ભારતીય ક્રિકેટના દિગ્ગજ ખેલાડી મહેન્દ્ર સિંહ ધોનીએ IPLમાંથી નિવૃત્તિ જાહેર કરતાં ક્રિકેટ જગતમાં ચર્ચા શરૂ થઈ ગઈ છે.17 નવેમ્બરે ધોનીએ આ ટી-20 લીગને અલવિદા કહેવાનો નિર્ણય જાહેર કર્યો હતો.હવે તેઓ આગામી IPL સિઝનથી ચેન્નાઈ સુપર કિંગ્સ માટે માર્ગદર્શકની ભૂમિકા નિભાવશે.ધોનીના આ નિર્ણય બાદ ક્રિકેટ જગતના અનેક ખેલાડીઓ તેમની કારકિર્દીને યાદ કરીને પ્રતિક્રિયા આપી રહ્યા છે. આ યાદીમાં ભારતીય ટીમના પૂર્વ કેપ્ટન રોહિત શર્માનું નામ પણ સામેલ થયું છે.રોહિત શર્માએ સોશિયલ મીડિયા પર ધોની સાથેની તસવીર શેર કરીને તેમના શાનદાર IPL કરિયર માટે અભિનંદન પાઠવ્યા હતા.સાથે જ બંનેએ સાથે વિતાવેલી પળોને પણ યાદ કરી હતી.

રોહિતે ધોની માટે શું લખ્યું?

રોહિત શર્મા અને મહેન્દ્ર સિંહ ધોની બંને IPLના સૌથી સફળ કેપ્ટનોમાં ગણાય છે. એક તરફ ધોનીએ ચેન્નાઈ સુપર કિંગ્સને પાંચ વખત ચેમ્પિયન બનાવી છે.તો બીજી તરફ રોહિત શર્માએ મુંબઈ ઇન્ડિયન્સને પણ પાંચ વખત IPLનો ખિતાબ અપાવ્યો છે.મુંબઈ ઇન્ડિયન્સ અને ચેન્નાઈ સુપર કિંગ્સ વચ્ચેની ટક્કર હંમેશાં ચાહકો માટે ખાસ રહી છે. બંને ખેલાડીઓએ ભારતીય ટીમમાં સાથે ક્રિકેટ રમ્યું છે.જ્યારે IPLમાં અનેક વખત એકબીજાની સામે મેદાનમાં ઉતર્યા છે.ધોનીની નિવૃત્તિના નિર્ણય પર રોહિતે સોશિયલ મીડિયા પોસ્ટમાં લખ્યું હતું કે,”ધોની ભાઈ,તમારી શાનદાર IPL કારકિર્દી માટે અભિનંદન.આટલાં વર્ષો સુધી તમારી સાથે મેદાન શેર કરવું અને ઘણી યાદો બનાવવી ખૂબ જ સારી રહી.તમારા માટે ખૂબ જ સન્માન.રોહિતની આ પોસ્ટ બાદ ચાહકોમાં પણ ધોનીની કારકિર્દી અને બંને દિગ્ગજ ખેલાડીઓ વચ્ચેના સંબંધોની ચર્ચા શરૂ થઈ છે.

ધોનીનો છેલ્લો IPL મેચ 2025માં રમ્યો

ધોનીએ IPLની શરૂઆતની સિઝન એટલે કે 2008થી જ આ લીગમાં ભાગ લીધો હતો.આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ લીધા બાદ પણ તેઓ સતત IPLમાં રમતા રહ્યા હતા.ધોનીએ 2025ની સિઝનમાં પોતાનો છેલ્લો IPL મુકાબલો રમ્યો હતો.2026ની સિઝનમાં તેઓ ચેન્નાઈ સુપર કિંગ્સની ટીમનો ભાગ હતા.પરંતુ એક પણ મેચ રમવા મેદાનમાં ઉતર્યા નહોતા.હવે તેમણે IPLમાંથી પણ નિવૃત્તિ લેવાનો નિર્ણય કર્યો છે.આગામી સિઝનથી તેઓ CSK સાથે માર્ગદર્શક તરીકે જોડાશે.

ધોનીની કેપ્ટનશિપમાં CSKએ 5 વખત જીત્યો IPL ખિતાબ

મહેન્દ્ર સિંહ ધોનીને માત્ર શાનદાર વિકેટકીપર બેટર તરીકે જ નહીં,પરંતુ સફળ કેપ્ટન તરીકે પણ ઓળખવામાં આવે છે. તેમની કેપ્ટનશિપમાં ચેન્નાઈ સુપર કિંગ્સે 5 વખત IPLનો ખિતાબ જીત્યો હતો.ધોનીની કેપ્ટનશિપમાં ચેન્નાઈએ અનેક યાદગાર જીત મેળવી છે. હવે ખેલાડી તરીકે તેમની IPL સફર પૂરી થયા બાદ તેઓ માર્ગદર્શક તરીકે ટીમ સાથે જોડાશે. ધોનીના આ નવા અધ્યાય પર ચાહકોની નજર રહેશે.

આ  પણ વાંચો- Ball Tampering કાંડની યાદો ફરી થશે તાજી, ક્રિકેટ ઓસ્ટ્રેલિયાએ ખોલ્યા ચર્ચાના દ્વાર!


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *