Muhammad Rizwanને મોટો ઝટકો: લાહોર હાઇકોર્ટે ફગાવી અરજી, PCB સામેનો કાનૂની જંગ હાર્યો?

📅 Published: September 17, 2026 | 📂 Category: cricket

હાલમાં ઇંગ્લેન્ડના પ્રવાસે ગયેલી પાકિસ્તાન ટીમમાં ભારે વિવાદ જોવા મળી રહ્યો છે. ઇંગ્લેન્ડ સામે રમાયેલી 3 મેચોની ટેસ્ટ શ્રેણી માટે વિકેટકીપર અને બેટ્સમેન મોહમ્મદ રિઝવાનની ટીમમાં પસંદગી કરવામાં આવી હતી. જો કે, બીજી ટેસ્ટ મેચ બાદ રિઝવાનને ટીમમાંથી બહાર કરી દેવામાં આવ્યો હતો અને તેનો ફોન પણ જપ્ત કરી લેવામાં આવ્યો હતો. આ ઉપરાંત, તપાસ એજન્સી દ્વારા તેની પૂછપરછ પણ કરવામાં આવી હતી. હવે હાઇકોર્ટે મોહમ્મદ રિઝવાનને મોટો ઝટકો આપ્યો છે, અને તેની અરજીને ફગાવી દીધી છે.

લાહોર હાઈકોર્ટે અરજી ફગાવી

મોહમ્મદ રિઝવાને નેશનલ સાયબર ક્રાઇમ ઇન્વેસ્ટિગેશન એજન્સી (NCCIA) દ્વારા જારી કરાયેલા નોટિસને કોર્ટમાં પડકારી હતી. જેના માટે તે લાહોર હાઇકોર્ટ પહોચ્યો હતો. મુખ્ય ન્યાયાધીશ આલિયા નીલમે બંને પક્ષોની દલીલો સાંભળ્યા બાદ રિઝવાનની અરજીને ફગાવી દીધી હતી.

પહેલા નોટીસનો જવાબ આપો

રિઝવાનના વકીલ કાઝી ઉમૈર અલીએ કોર્ટને જણાવ્યું કે,તેમના અસીલને નોટિસ જારી કરવામાં આવી હતી. જેના પર મુખ્ય ન્યાયાધીશે કહ્યુ હતું કે, તમારે જઈને નોટિસનો જવાબ આપવો જોઈએ. તમને આ નોટિસ કઈ તારીખે જારી કરવામાં આવી હતી? આના પર રિઝવાનના વકીલે કહ્યું કે,તેમને લોર્ડ્સ ટેસ્ટ પછી હોટેલની લોબીમાં બોલાવવામાં આવ્યા હતા, કોઈ પણ પૂર્વ સૂચના વગર તેમની પૂછપરછ કરવામાં આવી,અને તેમનો મોબાઈલ ફોન જપ્ત કરી લેવામાં આવ્યો. રિઝવાન તરફથી હાજર રહેલા વકીલે જણાવ્યું કે મોબાઈલ ફોન આ ખાતરી આપીને લેવામાં આવ્યો હતો કે,તેને 3 કલાક પછી પાછો આપી દેવામાં આવશે. પરંતુ રિઝવાનને હજુ સુધી ફોન પરત કરવામાં આવ્યો નથી. આ સિવાય, રિઝવાનના વકીલે એ પણ કહ્યું કે,ક્રિકેટમાં ફિક્સિંગ અટકાવવા માટે ICC ની ભ્રષ્ટાચાર વિરોધી યુનિટ છે, પરંતુ PCB એ આ મામલો ICC ની ભ્રષ્ટાચાર વિરોધી યુનિટને મોકલ્યો નહોતો.

રીઝવાનનું કંગાળ પ્રદશન 

સૂત્રના જણાવ્યા અનુસાર, NCCIA મોહમ્મદ રિઝવાન અને ઇમામ-ઉલ-હકના ફોનની ફોરેન્સિક તપાસ કરી રહી છે, અને આવતા અઠવાડિયા સુધીમાં PCB આ મામલે સ્થિતિ સ્પષ્ટ કરશે. ઉલ્લેખનીય છે કે, ઇમામ-ઉલ-હક અને મોહમ્મદ રિઝવાને ઇંગ્લેન્ડ પ્રવાસ પર ખરાબ પ્રદર્શન કર્યું હતું. બીજી મેચમાં ઇમામ ઈજાના કારણે બેટિંગ કરવા માટે પણ મેદાન પર ઉતર્યા ન હતા. ત્યારબાદ PCB એ ઇમામ અને રિઝવાન સહિત 7 ખેલાડીઓને ટીમમાંથી બહારનો રસ્તો દેખાડી દીધો હતો. બીજી તરફ, PCB એ ઇમામ અને રિઝવાનની પસંદગી પર સવાલો ઉઠાવ્યા અને સિલેક્શન કમિટીને કારણ બતાવો નોટિસ જારી કરીને પૂછ્યું કે બંનેને ઇંગ્લેન્ડ સામે પસંદ કરવાનો આધાર શું હતો?


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *