Mumbai Inflation: મુંબઇ માટે મોંઘો મંગળવાર… દૂધ, CNG PNG અને ઓટો ટેક્સીના ભાડામાં વધારો

📅 Published: September 1, 2026 | 📂 Category: India National

Mumbai Inflation: તહેવારોની સિઝન આવી રહી છે. તે પહેલા મુંબઇકરોને મોંઘવારીનો બરાબર ફટકો પડ્યો છે. 1 સપ્ટેમ્બરથી શરૂ થતા નવા મહિને જ જીવન જરૂરી સામાનનો ભાવ આસમાને પહોંચી ગયો છે. ત્યારે મંગળવાર 1 સપ્ટેમ્બરે મુંબઇમાં શું શું મોંઘુ થયુ તે જાણીએ. 

મુંબઇમાં સીએનજી અને પીએનજીના ભાવમાં વધારો 

મહાનગર ગેસ (MGL) એ સોમવારે જાહેરાત કરી હતી કે મુંબઈ અને આસપાસના વિસ્તારોમાં CNG ના ભાવમાં પ્રતિ કિલોગ્રામ ₹2 નો વધારો કરવામાં આવ્યો છે. CNG હવે પ્રતિ કિલોગ્રામ ₹88 ના ભાવે ઉપલબ્ધ થશે. ઘરેલું PNG ના ભાવમાં પણ પ્રતિ SCM ₹1 નો વધારો કરવામાં આવ્યો છે. આ વધારો 1 સપ્ટેમ્બરની મધ્યરાત્રિથી અમલમાં આવ્યો છે.

કંપનીનું કહેવું છે કે પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા તણાવને કારણે આંતરરાષ્ટ્રીય બજારમાં ગેસના ભાવમાં નોંધપાત્ર વધારો થયો છે, જેની સીધી અસર તેના સંચાલન ખર્ચ પર પડી છે. કંપનીને ઊંચા દરે સ્પોટ RLNG આયાત કરવાની ફરજ પડી હોવાથી, આ ભાવ વધારો જરૂરી બન્યો છે.

ઓટો અને ટેક્સીનું ભાડુ વધ્યું

મુંબઈ મેટ્રોપોલિટન રિજન ટ્રાન્સપોર્ટ ઓથોરિટી (MMRTA)એ ઓટો અને ટેક્સીના ભાડામાં વધારો મંજૂર કર્યો છે. ઓટોનું લઘુત્તમ ભાડું હવે ₹27 છે. જ્યારે ‘કાળી-પીળી’ ટેક્સીઓનું લઘુત્તમ ભાડું ₹33 થયું છે. પ્રતિ કિલોમીટર ટેક્સી ભાડું ₹20.66 થી વધીને ₹21.90 થયું છે, અને ઓટો ભાડું ₹17.14 થી વધીને ₹18.22 પ્રતિ કિલોમીટર થયું છે.શરૂઆતના 1.5 કિલોમીટર માટે, મુસાફરોએ હવે ટેક્સીઓ માટે ₹31 ને બદલે ₹33 ચૂકવવા પડશે.

ડ્રાઇવરોને નવા દરો અનુસાર તેમના મીટરનું માપાંકન કરવા માટે નવેમ્બરના અંત સુધીનો સમય આપવામાં આવ્યો છેઆમ કરવામાં નિષ્ફળતા પર દંડ થઈ શકે છે. મુંબઈમાં 4.5 લાખથી વધુ ઓટો અને 50,000 થી વધુ ટેક્સીઓ કાર્યરત છે. છેલ્લો ભાડા વધારો ફેબ્રુઆરી 2025 માં થયો હતો; આ વધારો લગભગ 18 મહિનાના અંતરાલ પછી આવ્યો છે.

પ્રતિ લિટર દૂધના ભાવમાં 9 રૂપિયાનો વધારો 

તહેવારોની મોસમ શરૂ થાય તે પહેલાં મુંબઈવાસીઓ ફરી એકવાર ફુગાવાની લહેરનો ભોગ બન્યા છે. આજથી, 1 સપ્ટેમ્બરથી, તબેલા દૂધના ભાવમાં પ્રતિ લિટર 9 રૂપિયાનો વધારો થયો છે. પરિણામે, મુંબઈમાં તબેલાના દૂધનો ભાવ હવે 93 રૂપિયાને બદલે 102 રૂપિયા થશે. નવા દર 1 સપ્ટેમ્બર, 2026 થી 28 ફેબ્રુઆરી, 2027 સુધી અમલમાં રહેશે. મુંબઇમાં ડેરીના દૂધના ભાવ વધારાને લઇને ઉત્પાદકો જણાવે છે કે પશુ આહાર, ઘાસચારો અને પશુધનના વધતા ખર્ચને કારણે ઉત્પાદન ખર્ચમાં વધારો થયો છે .જે હવે ઘરના બજેટ પર અસર કરશે. ઉત્પાદકોના અહેવાલ મુજબ, પશુ આહાર ના ભાવમાં 25 ટકાનો વધારો થયો છે. વધુમાં, તેલ અને અન્ય આવશ્યક ચીજવસ્તુઓ વધુ મોંઘા થયા છે, જેના કારણે તેમના માટે અગાઉના દરે દૂધ વેચવાનું મુશ્કેલ બન્યું છે.

આ પણ વાંચો-   Petrol Diesel Price Today: 1 સપ્ટેમ્બરે વધ્યા LPG, CNG અને PNGના ભાવ.. તો શું પેટ્રોલ ડીઝલના ભાવમાં પણ થયો ફેરફાર ? 


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *