Nandigram પેટાચૂંટણીમાં મોટો ખેલ પડ્યો, મમતાના સમર્થન બાદ કોંગ્રેસ ઉમેદવારની ધરપકડ, એક પછી એક મોટા વળાંક

📅 Published: September 18, 2026 | 📂 Category: India National

પશ્ચિમ બંગાળની નંદીગ્રામ વિધાનસભા પેટાચૂંટણીમાં રાજકીય સ્થિતિ વધુ રસપ્રદ બની છે. કોંગ્રેસના ઉમેદવાર મિલન પ્રધાનની જૂના હત્યા કેસમાં પોલીસે ધરપકડ કરી છે. આ કાર્યવાહી એવા સમયે થઈ છે જ્યારે મમતા બેનર્જીના જૂથે પોતાના ઉમેદવાર સંચિતા પ્રધાન ડેની ઉમેદવારી પાછી ખેંચાયા બાદ મિલન પ્રધાનને સમર્થન આપવાની જાહેરાત કરી હતી.

મમતા જૂથના ઉમેદવારે ઉમેદવારી પાછી ખેંચી

નંદીગ્રામ બેઠક પરથી મમતા બેનર્જીના જૂથે સંચિતા પ્રધાન ડેને ઉમેદવાર બનાવ્યા હતા. જોકે, તેમણે ચૂંટણીમાંથી પોતાનું નામ પાછું ખેંચી લીધું હતું. આ નિર્ણય બાદ મમતા બેનર્જીએ કોંગ્રેસના ઉમેદવાર મિલન પ્રધાનને સમર્થન જાહેર કર્યું હતું. પેટાચૂંટણી 6 ઓક્ટોબરે યોજાવાની છે.

હવે કોંગ્રેસ ઉમેદવારની ધરપકડ

મિલન પ્રધાનની જૂના હત્યા કેસમાં ધરપકડ થતાં નંદીગ્રામનું ચૂંટણી ચિત્ર વધુ બદલાયું છે. તેમની ધરપકડ મમતા બેનર્જીના જૂથે કોંગ્રેસને સમર્થન આપ્યાના થોડા સમય બાદ થઈ હોવાનું સામે આવ્યું છે.

TMCના નામ અને ચૂંટણી ચિહ્નમાં પણ ફેરફાર

આ દરમિયાન ચૂંટણી પંચે તૃણમૂલ કોંગ્રેસના બંને જૂથોને અલગ નામ અને ચૂંટણી ચિહ્ન ફાળવ્યા છે. મમતા બેનર્જીના જૂથને ‘Mamata All India Trinamool Congress’ નામ અને ‘Football Player’ ચિહ્ન મળ્યું છે. બીજી તરફ, ઋતબ્રત રોયના નેતૃત્વવાળા જૂથને ‘Democratic Trinamool Congress’ નામ અને ‘Envelope’ ચિહ્ન ફાળવાયું છે. બંને જૂથોને આગામી પેટાચૂંટણીઓ માટે આ નવી ઓળખ હેઠળ ચૂંટણી લડવાની મંજૂરી આપવામાં આવી છે.

મૂળ નામ અને ચિહ્નનો ઉપયોગ નહીં કરી શકે

ચૂંટણી પંચે અગાઉ બંને જૂથોને ‘All India Trinamool Congress’ નામ અને પરંપરાગત ‘Flowers and Grass’ ચિહ્નનો ઉપયોગ કરવા પર રોક લગાવી હતી. ત્યારબાદ બંને જૂથોએ નવા નામ અને ચિહ્નના વિકલ્પ રજૂ કર્યા હતા.

નંદીગ્રામની લડાઈમાં જૂનું રાજકીય કનેક્શન

નંદીગ્રામ બેઠક પશ્ચિમ બંગાળની મહત્વની રાજકીય બેઠકોમાંથી એક રહી છે. 2021ની વિધાનસભા ચૂંટણીમાં આ બેઠક પરથી મમતા બેનર્જી અને શુભેન્દુ અધિકારી વચ્ચે સીધી ટક્કર થઈ હતી અને શુભેન્દુ અધિકારીએ જીત મેળવી હતી.

6 ઓક્ટોબરે પેટાચૂંટણી 

હવે ખાલી પડેલી આ બેઠક પર 6 ઓક્ટોબરે પેટાચૂંટણી યોજાવાની છે. મમતા જૂથના ઉમેદવારનું નામ પાછું ખેંચાવું, કોંગ્રેસ ઉમેદવારને સમર્થન અને ત્યારબાદ કોંગ્રેસ ઉમેદવારની ધરપકડ—આ ત્રણેય ઘટનાએ ચૂંટણીની સ્થિતિમાં મોટો ફેરફાર કર્યો છે.  

આ પણ વાંચો :   Sandesh Digital Explainer : આવતીકાલથી ચોમાસું લેશે વિદાય, ચોમાસું અચાનક નથી જતું, આ રીતે થાય છે વિદાય, સમજો ગણિત  

આ પણ વાંચો  : Vav-Tharad : શું ગુજ્જુ લવ ગુરુને મોતનો આભાસ થઇ ગયો હતો…? અકસ્માતના 3 કલાક પહેલા તેમણે બોલેલા શબ્દો વાયરલ, Video


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *