Navaratriમાં ગુજરાત પોલીસ રહેશે ફૂલ એક્ટિવ, મહિલાઓ અને યુવતીઓની સુરક્ષા માટે 22 હજારથી વધુ સ્થળો પર ચુસ્ત બંદોબસ્ત!

📅 Published: October 10, 2026 | 📂 Category: Ahmedabad

શક્તિની આરાધનાના મહાપર્વ નવરાત્રિને હવે ગણતરીના કલાકો બાકી રહ્યા છે ત્યારે રાજ્યભરમાં ખેલૈયાઓમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. નાગરિકો અને વિશેષ કરીને મહિલાઓ તથા યુવતીઓ સુરક્ષિત વાતાવરણમાં ગરબા માણી શકે તે માટે ગુજરાત પોલીસ સંપૂર્ણપણે સજ્જ બની ગઈ છે. રાજ્યના વિવિધ શહેરો અને ગ્રામ્ય વિસ્તારોમાં પોલીસ, હોમગાર્ડ અને ‘શી ટીમ’ સહિત સુરક્ષાકર્મીઓને મળીને કુલ 22 હજારથી વધુ સ્થળો પર ચુસ્ત બંદોબસ્ત તૈનાત કરવામાં આવશે.

730 સ્થળોએ ‘શી ટીમ’ સાદા અને ટ્રેડિશનલ કપડામાં રહેશે સક્રિય

મહિલાઓની સુરક્ષાને સર્વોચ્ચ પ્રાથમિકતા આપીને રાજ્યના વિવિધ શહેરો અને જિલ્લાઓમાં આશરે 730 જેટલા મહત્વના સ્થળોએ ‘શી ટીમ’ (She Team) ને કાર્યરત કરવામાં આવી છે. આ ખાસ ટીમો ગરબાના આયોજનોમાં સાદા કપડા તેમજ ટ્રેડિશનલ વેશભૂષામાં તૈનાત રહેશે, જેથી શંકાસ્પદ કે અસમાજિક તત્વોને તેની ભાન ન પડે. ગરબા સ્થળો અને આસપાસના ખાણી-પીણીના મથકો પર ખાસ દેખરેખ રાખવામાં આવશે. જો કોઈ યુવાન કે રોમિયો મહિલાઓ કે છોકરીઓને હેરાન કરવાનો પ્રયાસ કરશે તો પોલીસ દ્વારા ઘટના સ્થળ પર જ તાત્કાલિક અને કડક કાર્યવાહી કરવામાં આવશે.

સીસીટીવી, બોડી-વોર્ન કેમેરા અને હેલ્પલાઈન દ્વારા અત્યાધુનિક સુરક્ષા કવચ

નવરાત્રિ દરમિયાન સુરક્ષા વ્યવસ્થાને વધુ મજબૂત બનાવવા માટે સીસીટીવી કેમેરા, બોડી-વોર્ન કેમેરા અને અન્ય આધુનિક ટેકનોલોજીનો વ્યાપક ઉપયોગ કરવામાં આવશે. આ ઉપરાંત, ગરબા પંડાલો અને જાહેર સ્થળો પર મહિલા સુરક્ષા સંબંધિત સરકારી હેલ્પલાઈન નંબરો અને સુરક્ષા એજન્સીઓ વિશે જાગૃતિ ફેલાવવામાં આવશે, જેથી કોઈપણ કટોકટીની સ્થિતિમાં તાત્કાલિક મદદ મળી રહે. ગુજરાત પોલીસની આ કડક અને સચોટ વ્યવસ્થાથી નાગરિકો સુરક્ષિત માહોલમાં નિર્ભય બનીને નવરાત્રિના પર્વની ઉજવણી કરી શકશે.

આ પણ વાંચો : ગુજરાતમાં ચિંતાજનક સ્થિતિ, છેલ્લા 1 વર્ષમાં માનસિક રોગોના 15.43 લાખ કેસ નોંધાયા, ડિપ્રેશનમાં 113% નો મોટો વધારો!


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *