Navratri 2026: ગરબે રમવા જતા પહેલા ઈન્સ્ટોલ કરી લો! જાણો શું છે 'નવરાત્રી સુરક્ષા એપ'

📅 Published: October 9, 2026 | 📂 Category: gujarati-news

વડોદરા જિલ્લામાં આગામી નવરાત્રી પર્વ દરમિયાન દીકરીઓ અને મહિલાઓ નિર્ભય બનીને ગરબા માણી શકે તે માટે જિલ્લા પોલીસ દ્વારા અત્યાધુનિક હાઇટેક સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. એસપી સુશીલ અગ્રવાલે પત્રકાર પરિષદમાં આ વિશે માહિતી આપતા જણાવ્યું હતું કે, આ વર્ષે સુરક્ષાને વધુ મજબૂત કરવા માટે ખાસ ‘નવરાત્રી સુરક્ષા એપ’ વિકસાવવામાં આવી છે, જે ખેલૈયાઓની સુરક્ષામાં કવચ પૂરું પાડશે.

કેવી રીતે કામ કરશે નવરાત્રી સુરક્ષા એપ?

આ એપ્લિકેશનનો ઉપયોગ કરવા માટે યુવતીઓએ પોતાના મોબાઈલમાં એપ્લિકેશન ડાઉનલોડ કરવાની રહેશે. ત્યારબાદ યુવતીએ પોતાના ઘરના લોકેશનથી જ આ એપમાં રજિસ્ટ્રેશન કરવાનું રહેશે. જ્યારે યુવતી ગરબાના મેદાન પર પહોંચશે, ત્યારે ત્યાં આપેલા QR કોડને સ્કેન કરવાનો રહેશે. આ સ્કેનિંગ પ્રક્રિયા પૂર્ણ થવાથી યુવતી જ્યાં સુધી સુરક્ષિત ઘરે પાછી નહીં પહોંચે, ત્યાં સુધી તેની મુવમેન્ટ પર જિલ્લા પોલીસ દ્વારા સતત ડિજિટલ મોનિટરિંગ રાખવામાં આવશે.

Navratri 2026: Vadodara Police Launches Navratri Security App for Women's Safety

SOS બટન અને 5 લાખ ડેટાની ક્ષમતા

આ એપની સૌથી મોટી વિશેષતા એ છે કે, તેમાં ઈમરજન્સી માટે SOS બટન આપવામાં આવ્યું છે. જો કોઈ પણ મુશ્કેલી કે કટોકટીની સ્થિતિ સર્જાય અને યુવતી દ્વારા SOS બટન દબાવવામાં આવે, તો તુરંત જ પોલીસ ટીમ ઘટના સ્થળ પર દોડી જશે. હાલના તબક્કે આ એપ્લિકેશનમાં અંદાજે 5 લાખ લોકોનો ડેટા સ્ટોર કરવાની ક્ષમતા રાખવામાં આવી છે, જેનાથી સુરક્ષા વ્યવસ્થા વધુ સચોટ બનશે.

આ પણ વાંચો: Navratri 2026: અમદાવાદ પોલીસનું અભેદ્ય સુરક્ષા કવચ, 14,000 પોલીસકર્મીઓ, AI કેમેરા અને ડ્રોન સાથે તંત્ર સુસજ્જ!


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *