Navratri 2026: યુવાનોમાં IV Dripનો ક્રેઝ, એનર્જી અને ગ્લો માટે હજારો ખર્ચતા પહેલા જાણી HIV સુધીના જોખમો!

📅 Published: October 10, 2026 | 📂 Category: gujarati-news

ખેલૈયાઓમાં નવરાત્રિના નવ દિવસ સુધી સતત ગરબા રમવાનો ઉત્સાહ અને ચહેરા પર ગ્લો જાળવી રાખવાનો ભારે ક્રેઝ જોવા મળી રહ્યો છે. આ ઉત્સાહ વચ્ચે રાજ્યના યુવાનોમાં હવે એક નવો ટ્રેન્ડ ચિંતાજનક રીતે વધી રહ્યો છે – ‘IV Drip Therapy’. ગરબા દરમિયાન શરીરમાં સ્ટેમિના અને એનર્જી જાળવી રાખવા તેમજ ત્વચા પર ત્વરિત ગ્લો મેળવવા માટે યુવાનો વિટામિન અને ગ્લુટાથિઓન ડ્રિપનો સહારો લઈ રહ્યા છે.

ઇન્સ્ટન્ટ ગ્લો અને એનર્જી માટે રૂ. 15,000 સુધીનો ખર્ચ

સુંદર દેખાવાની અને સતત ઊર્જાવાન રહેવાની ઘેલછામાં યુવાનો તબીબી સલાહ વિના જ આ થેરાપી પાછળ મોટા પાયે નાણાં વેડફી રહ્યા છે. માહિતી મુજબ, એક જ IV ડ્રિપ સેશન માટે યુવાનો રૂ. 15,000 સુધીનો ખર્ચ કરી રહ્યા છે. શોર્ટ કટથી સુંદરતા અને એનર્જી મેળવવાની આ હોડમાં કોસ્મેટિક ક્લિનિક્સ અને સ્પા સેન્ટરોમાં વિટામિન C, B-Complex અને ગ્લુટાથિઓનથી ભરેલી ડ્રિપ લેવા માટે યુવાનોની લાઈનો લાગી રહી છે.

ફાયદા ઓછા અને જોખમ વધારે

જોકે, તબીબોએ આ ટ્રેન્ડ સામે લાલબત્તી ધરી છે. IMA (ઇન્ડિયન મેડિકલ એસોસિએશન) ગુજરાતના વાઇસ પ્રેસિડેન્ટ મુકેશ મહેશ્વરીએ આ અંગે ગંભીર ચિંતા વ્યક્ત કરતાં જણાવ્યું છે કે, આવી થેરાપીથી ટૂંકા ગાળા માટે શરીરમાં હાઇડ્રેશન મળી શકે છે, પરંતુ તેના લાંબા ગાળાના કોઈ સાબિત થયેલા ફાયદાના પુરાવા નથી. ફાયદાની સરખામણીએ આ પ્રકારની અનિયંત્રિત ડ્રિપ લેવાથી શરીરને પહોંચતું નુકસાન અતિ ગંભીર હોઈ શકે છે.

Navratri 2026: IV Drip Trend: Youth Spending Up to ₹15000; Doctors Warn of Risks

એલર્જી, ઇન્ફેક્શન અને HIV જેવા જીવલેણ રોગોનું જોખમ

તબીબી નિષ્ણાતોના મતે, વગર જરૂરિયાતે અને બિનઅનુભવી હાથો દ્વારા IV ડ્રિપ લેવાથી તીવ્ર એલર્જિક રિએક્શન અને બ્લડ ઇન્ફેક્શન થવાની પૂરેપૂરી શક્યતાઓ રહેલી છે. આ ઉપરાંત, જો અયોગ્ય કે અસુરક્ષિત સાધનોનો ઉપયોગ કરવામાં આવે તો Hepatitis B, Hepatitis C (HBCG) અને HIV જેવી જીવલેણ બીમારીઓનો ભોગ બનવાનું જોખમ પણ વધી જાય છે.

Navratri 2026: IV Drip Trend: Youth Spending Up to ₹15000; Doctors Warn of Risks

વધુ પડતાં વિટામિનથી કિડની અને લીવરને થઈ શકે છે ભારે નુકસાન

શરીરમાં જ્યારે જરૂરિયાત કરતાં વધારે માત્રામાં વિટામિન્સ અને અન્ય પોષક તત્ત્વો સેટ કરવામાં આવે છે, ત્યારે તે વિષેરી અસર ઊભી કરે છે. બિનજરૂરી વિટામિન્સ અને ગ્લુટાથિઓનના હાઇ ડોઝને કારણે કિડની અને લિવર પર ભારે પ્રોસેસિંગ પ્રેશર આવે છે, જેનાથી ભવિષ્યમાં ઓર્ગન ફેઇલ્યોર કે કિડની-લિવરને કાયમી નુકસાન થવાની ભીતિ રહે છે.

વિશ્વના અનેક દેશોમાં પ્રતિબંધ, ભારતમાં પણ પ્રતિબંધ મૂકવાની માગ

અનિયંત્રિત યુઝ અને તેનાથી થતાં સ્વાસ્થ્ય જોખમોને ધ્યાનમાં રાખીને વિશ્વના કેટલાક દેશોમાં આ પ્રકારની ક્યુરેટિવ કે કોસ્મેટિક IV ડ્રિપ થેરાપી પર પહેલેથી જ પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. IMA ગુજરાતના વાઇસ પ્રેસિડેન્ટ મુકેશ મહેશ્વરીએ પણ ભારત સરકારને અપીલ કરી છે કે, યુવાનોના સ્વાસ્થ્ય સાથે થતાં આ રમત-તમાશાને અટકાવવા માટે ભારત સરકારે પણ તાત્કાલિક ધોરણે આ પ્રકારની IV ડ્રિપ થેરાપી પર કડક પ્રતિબંધ મૂકવો જોઈએ.

આ પણ વાંચો: Navratri 2026: માતા દુર્ગાનાં નવ સ્વરૂપોને કઈ વસ્તુઓ છે પ્રિય? નવરાત્રિના 9 દિવસના ભોગ અને પૂજાનું મહત્ત્વ જાણો


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *