Navsariના બીલીમોરામાં તરખાટ મચાવનાર રીઢા ઘરફોડ ચોર આરીફ સૈયદની કરી ધરપકડ

📅 Published: August 16, 2026 | 📂 Category: gujarati-news

નવસારી જિલ્લાના બીલીમોરા શહેરમાં છેલ્લા કેટલાક સમયથી બંધ ઘરોને નિશાન બનાવીને ચોરીની ઘટનાઓને અંજામ આપનાર રીઢા ચોરને ઝડપી પાડવામાં નવસારી Local Crime Branch (LCB) ને મોટી સફળતા મળી છે. પકડાયેલા રીઢા ઘરફોડ ચોરે બીલીમોરા શહેરના અલગ-અલગ વિસ્તારોમાં એકપછી એક ચાર ઘરફોડ ચોરીની ઘટનાઓને અંજામ આપ્યો હતો. ચોરે બંધ મકાનોના તાળા તોડીને અંદરથી કિંમતી સોના-ચાંદીના દાગીના તેમજ મોટી રકમની રોકડની ચોરી કરી તરખાટ મચાવ્યો હતો, જેના કારણે સ્થાનિક રહીશોમાં ભારે ફાફડાટ વ્યાપી ગયો હતો.

LCBની ટીમે બાતમીના આધારે આરોપીને દબોચ્યો

બીલીમોરામાં સતત થતી ચોરીઓને પગલે નવસારી LCB દ્વારા એક ખાસ ટીમનું ગઠન કરીને તસ્કરોને ઝડપી પાડવા માટે સઘન તપાસ શરૂ કરવામાં આવી હતી. તપાસ દરમિયાન LCB ની ટીમને ચોક્કસ બાતમી મળી હતી, જેના આધારે પોલીસે દરોડો પાડીને રીઢા ઘરફોડ ચોર આરીફ સૈયદની સફળતાપૂર્વક ધરપકડ કરી લીધી છે. પોલીસની પ્રાથમિક પૂછપરછમાં સામે આવ્યું છે કે આ ચોર સૌપ્રથમ બાઇકની ચોરી કરતો હતો અને ત્યારબાદ તે જ બાઇક પર શહેરી વિસ્તારોમાં ફરીને બંધ ઘરોની રેકી કરીને ચોરીને અંજામ આપતો હતો.

સોનાની લગડી, રોકડ અને ચોરીની બાઇક સહિતનો મુદ્દામાલ જપ્ત

પોલીસે આરોપી આરીફ સૈયદ પાસેથી સોનાની લગડી, મોબાઈલ ફોન, રોકડ રકમ તેમજ ચોરીમાં ઉપયોગમાં લેવાયેલી બાઇક સહિત કુલ ૧૦ લાખથી વધુની કિંમતનો ચોરીનો મુદ્દામાલ કબજે કર્યો છે. આરોપી ચોર પાસે ચોરાયેલી બાઇક પણ પોલીસે જપ્ત કરી છે. નવસારી LCB એ આરીફ સૈયદની અટકાયત કરી બીલીમોરા શહેરના ચાર ગુનાઓનો ભેદ ઉકેલ્યો છે અને આ ચોર અન્ય કઈ-કઈ ઘરફોડ ચોરીની ઘટનાઓમાં સંકળાયેલો છે તે જાણવા કાયદેસરની કડક કાર્યવાહી અને આગળની પૂછપરછ હાથ ધરી છે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *