નવસારી લોકલ ક્રાઇમ બ્રાન્ચ (LCB)એ હાલમાં બીલીમોરા વિસ્તારમાં ઘરફોડ ચોરીના ગુનાન અંજામ આપનાર કુખ્યાત ચીકલીગર ગેંગના બે સાગરીતોને ઝડપી પાડવામાં સફળતા મળી છે. પોલીસ સુત્રો પાસેથી પ્રાપ્ત માહિતી મુજબ નવસારી એલસીબીના પી.આઈ. જાડેજા ના માર્ગદર્શન હેઠળ પોલીસ સ્ટાફ ગત 16 ઓક્ટોબર 2026ના રોજ રાત્રીના સુમારે બીલીમોરાના ગૌહરબાગ આલીપોરીયા સોસાયટી અને સોમનાથ રોડ વિસ્તારમાં ઘરફોડ ચોરીની ઘટનામાં આરોપીઓને પકડવા માટે પેટ્રોલિંગમાં હતાં, તે વખતે બાતમી મળી હતી કે બીલીમોરા ઉપરાંત ગુજરાત અને મહારાષ્ટ્રમાં બંધ મકાનોને નિશાન બનાવી તાળા-નકુચા તોડી આતંક મચાવનાર કુખ્યાત ચીકલીગર ગેંગ ના બે સાગરિતો બીલીમોરા દેવસરથી ધકવાડા જતા રોડ પર કારમાં ચોરીના ગુનાના અંજામ આપવા માટે ફરી રહ્યા છે. આ બાતમીના આધારે એલસીબીની ટીમે વોચ ગોઠવી દેવસરથી ધકવાડા રોડ ઉપર શંકાસ્પદ સફેદ રંગની ફોર્ડ ફીગો કારને અટકાવી તેમાંથી કુખ્યાત ચીકલીગર ગેંગના બે સાગરીતો બોબીસીંગ ઉર્ફે બચ્ચનસીંગ (રહે. મહાલક્ષ્મી સોસાયટી, શાંતીવન ડીંડોલી, સુરત; મૂળ રહે. એકતા નગર ઝુપડપટ્ટી, વડોદરા) અને જરનેલસીંગ ઉર્ફે જલ્લુસીંગ રૂપસીંગ રતનસીંગ ટાંક (રહે. એસ.એમ.સી. ક્વાર્ટર્સ, અલથાણ ગાર્ડન, સુરત)ને ઝડપી પાડયા હતા. પોલીસે તેમની પાસેથી સોનાની લગડી વજન 30.570 ગ્રામ (કિંમત રૂા. 3,10,285/-) રોકડ રકમ રૂા. 700, મોબાઈલ ફોન 1 નંગ (કિંમત રૂા. 5,000) , વાહન સફેદ રંગની ફોર્ડ ફીગો કાર (જીજે-05-સીએસ-5349) (કિંમત રૂા. 3,00,000) કુલ મુદ્દામાલ રૂા. 6,15,985/- નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.આ અંગે વધુ તપાસ નવસારી એલસીબી પોલીસ કરી રહી છે.
Navsari : બીલીમોરામાંથી બંધ મકાનોમાં ચોરી કરતી કુખ્યાત ચીકલીગર ગેંગના બે સાગરીત ઝબ્બે
📅 Published: November 4, 2026 |
📂 Category: gujarati-news
