Navsari મનપાનો મોટો તાયફો ખુલ્લો પડ્યો, ફ્લાવર શોના નામે પ્રજાના કરોડો રૂપિયાનો ધુમાડો

📅 Published: August 22, 2026 | 📂 Category: gujarati-news

નવસારી વિજલપોર મહાનગરપાલિકા દ્વારા આયોજિત ફ્લાવર શો અને તાયફાઓ પાછળ પ્રજાના ટેક્સના નાણાંનો બેફામ ધુમાડો કરવામાં આવ્યો હોવાનો સનસનાટીભર્યો ખુલાસો થયો છે. એક જાગૃત નાગરિક દ્વારા કરવામાં આવેલી આરટીઆઈ (RTI) માં મનપાની ફિઝૂલખર્ચ અને વહીવટી બેદરકારી છતી થઈ છે. ફ્લાવર શો માટે મંજૂર કરાયેલા રૂ.2.45 કરોડના અંદાજિત બજેટના બદલે મનપા શાસકો અને અધિકારીઓએ રૂ.3 કરોડથી પણ વધુની રકમ રણગણાવી દીધી હોવાની વિગતો સામે આવતાં સ્થાનિક રહીશોમાં ભારે આક્રોશ વ્યાપી ગયો છે.

ગિનીઝ વર્લ્ડ રેકોર્ડમાં સ્થાન મેળવવા ચૂકવી લાખોની ફી

RTI ની વિગતો મુજબ માત્ર વાહવાહ અને પબ્લિસિટી મેળવવા માટે મનપાએ ગિનીઝ વર્લ્ડ રેકોર્ડમાં નામ દર્જ કરાવવાનો મોહ રાખ્યો હતો. આ રેકોર્ડ મેળવવા માટે નવસારી મનપાએ વિદેશી ચલણ ખરીદીને રૂ.32 લાખ જેટલી માતબર રકમ માત્ર ફી સ્વરૂપે ગિનીઝ બુકના આયોજકોને ચૂકવી દીધી હતી. નાના એવા નવસારી શહેરમાં જ્યાં પ્રજા પાયાની સુવિધાઓ માટે ઝંખી રહી છે, ત્યાં આ પ્રકારે કરોડો રૂપિયાના તાયફા કરવામાં આવતાં નવસારી મનપાની કામગીરી સામે ગંભીર સવાલો ઊભા થયા છે.

વિકાસના કામો ઠપ્પ, તાયફાઓમાં પ્રજાના નાણાંનો વ્યય

આરટીઆઈના આ ખુલાસા બાદ નવસારીના સ્થાનિક લોકો અને વિપક્ષમાં ભારે નારાજગી જોવા મળી રહી છે. નાગરિકોનું કહેવું છે કે નવસારી જેવા નાના શહેરમાં બિસ્માર રસ્તા, ગટરની સમસ્યાઓ, પીવાના ચોખ્ખા પાણી અને ભુવાઓ જેવી પ્રાથમિક સુવિધાઓ ઉકેલવાની તાતી જરૂરિયાત છે. પરંતુ મનપા તંત્ર પ્રજાના પરસેવાની કમાણીમાંથી કરોડો રૂપિયા તાયફા અને ગિનીઝ રેકોર્ડના નામે ઉડાવી રહ્યું છે. આ કૌભાંડ અને બિનજરૂરી ખર્ચ અંગે જવાબદાર અધિકારીઓ અને પદાધિકારીઓ સામે તપાસ કરી પગલાં લેવામાં આવે તેવી પ્રબળ માંગ ઉઠી રહી છે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *