નવસારી એલસીબીના પી.આઈ. વી.જે.જાડેજાના માર્ગદર્શન હેઠળ પોલીસ સ્ટાફ્ છેતરપિંડીના નોંધાયેલા ગુનાના આરોપીઓને પકડવા માટે સીસીટીવી ટેકનિકલ સર્વેન્સ અને હ્યુમન સોર્સિસના આધારે કાર્યરત હતાં તે વખતે બાતમી મળી હતી કે મરોલી, ગણદેવી અને બીલીમોરા વિસ્તારમાં સ્કૂલની શિક્ષિકાઓ અને ભોળી ગૃહિણીઓને મુખ્યરૂપે ટાર્ગેટ કરતો હતો. તે મહિલાઓને સાડીઓ ઉપર વિશેષ સ્કીમ આપવાના બહાને લલચાવતો અને કલકત્તાની બ્રાન્ડેડ સિલ્ક-કોટનની સાડીઓનું વેચાણ કરતો હતો. ત્યારબાદ સાડીઓ કે પૈસા પરત આપવાના વાયદા મુજબ પરત નહીં આપીને લાખોની છેતરપિંડી કરવાના ગુનાનો આરોપી બીલીમોરા રેલવે સ્ટેશન પાસે છે. જેના આધારે (LCB)ની ટીમે વોચ ગોઠવી આરોપી સંજુ ઉર્ફે સંજીબ સુશીલ પાલ (રહે. દિનેશ ચૌહાણના ભાડાના મકાનમાં, રામપુરા, ચંદુલાલ શેઠની શેરી, સૈયદપુરા, સુરત- મૂળ રહે. ઓમબિકાપુર ગામ, સોડપુર, થાણા-ધોલા, પોસ્ટ-નાટાગર, જી. 24-પરગણા, વેસ્ટ બંગાલ)ને ઝડપી પાડયો હતો. તેની પાસેથી કલકત્તાની બ્રાન્ડેડ સિલ્ક-કોટનની સાડીઓ અને રોકડ રકમ મળી કુલ 1,05,700નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો હતો. પોલીસની પ્રાથમિક તપાસમાં આરોપી સંજુ ઉફ્ર્ સંજીબ પાલે અગાઉ પણ નવસારી શહેર ઉપરાંત બારડોલી, વાલોડ અને તાપી જિલ્લામાં લોભામણી સ્કીમના નામે મહિલાઓ પાસેથી લાખો રૂપિયા પડાવી લીધા હોવાનું બહાર આવ્યું છે.
Navsari: સાડી સ્કીમની લાલચ આપી મહિલાઓ સાથે છેતરપિંડી કરનારો બીલીમોરાથી ઝડપાયો
📅 Published: August 20, 2026 |
📂 Category: gujarati-news
