Navsari Hit And Run Case: ઓડી કાર નબીરા ચાલક નબીરાનો આતંક, વૃદ્ધને ટક્કર મારી ફરાર, મોત

📅 Published: September 28, 2026 | 📂 Category: Crime

નવસારી શહેરમાંથી એક અત્યંત ચોંકાવનારી અને હૃદયદ્રાવક ઘટના સામે આવી છે. મોડી રાતે એરુ ચાર રસ્તાથી ગાંધીબ્રિજ તરફ જતા માર્ગ પર બેફામ બનેલા એક મોંઘીદાટ ઓડી કારના ચાલકે રસ્તા પર જઈ રહેલા એક વૃદ્ધને અડફેટે લીધા હતા. આ ટક્કર એટલી જોરદાર હતી કે, વૃદ્ધ હવામાં ફંગોળાઈને નીચે પટકાયા હતા, જેના કારણે સમગ્ર વિસ્તારમાં સનસનાટી મચી ગઈ હતી.

વૃદ્ધનું ઘટના સ્થળે જ મોત

અકસ્માત બાદ ઓડી કારમાં સવાર ચાલકે વાહન રોકવાને બદલે ઘટના સ્થળેથી ભાગી છૂટીને અસંવેદનશીલ કૃત્ય કર્યું હતું. ગંભીર ઇજાઓના કારણે વૃદ્ધનું ઘટના સ્થળે જ કરૂણ મોત નીપજ્યું હતું. રસ્તા પર લોહીલુહાણ હાલતમાં પડેલા વૃદ્ધના મૃતદેહને જોઈને આસપાસના લોકોના રુંવાડા ઉભા થઈ ગયા હતા અને સ્થાનિક લોકોમાં ભારે આક્રોશ ફેલાયો હતો.

Navsari Hit-and-Run case: Elderly Man Killed by Audi Car, Accused Shivang Patel Arrested

ફરાર આરોપી શિવાંગ પટેલ પોલીસ પકડમાં

ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને જલાલપોર પોલીસ સ્ટેશનની ટીમ તાત્કાલિક હરકતમાં આવી હતી. પ્રાથમિક તપાસમાં આ ખતરનાક કૃત્ય શિવાંગ પટેલ નામના નબીરા દ્વારા કરવામાં આવ્યું હોવાનું સામે આવ્યું હતું. પોલીસે ટેકનિકલ સર્વે અને બાતમીના આધારે ત્વરિત કાર્યવાહી કરીને ફરાર આરોપી શિવાંગ પટેલને ઝડપી પાડ્યો છે અને અકસ્માતમાં ઉપયોગમાં લેવાયેલી ઓડી કારને પણ જપ્ત કરી લીધી છે.

Navsari Hit-and-Run case: Elderly Man Killed by Audi Car, Accused Shivang Patel Arrested

પોલીસની સરાહનીય કાર્યવાહી અને આગળની તપાસ

પોલીસે આરોપી વિરુદ્ધ ગુનો નોંધીને કાયદેસરની સખત કાર્યવાહી હાથ ધરી છે. મોંઘી ગાડીઓના નશામાં બેફામ બનીને નિર્દોષ લોકોના ભોગ લેતા તત્વો સામે પોલીસની આ લાલ આંખથી નાગરિકોમાં રાહતની લાગણી ફેલાઈ છે. હાલ જલાલપોર પોલીસ આ મા મામલે વધુ ઊંડાણપૂર્વક તપાસ કરી રહી છે કે, અકસ્માત સમયે ચાલકે નશો કર્યો હતો કે કેમ.

આ પણ વાંચો: Navsari: આરક સિસોદ્રા હાઈવે પર કટ પાસે રિક્ષા અને કાર અકસ્માત : રિક્ષાચાલક ગંભીર


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *