Navsari News : સરવાણી ગામે સર્વે કરવા પહોંચેલી ટીમનો ગ્રામજનોએ કર્યો વિરોધ, મોટી સંખ્યામાં લોકો ઉમટ્યા

📅 Published: August 15, 2026 | 📂 Category: gujarati-news

નવસારી જિલ્લાના ચિખલી તાલુકામાં આવેલા સારવણી ગામે અચાનક પહોંચેલી એક ખાનગી એજન્સીની કામગીરી સામે સ્થાનિકોનો ભારે રોષ જોવા મળ્યો છે. ગ્રામપંચાયતની પૂર્વ પરવાનગી કે કોઈ સત્તાવાર જાણ કર્યા વગર જ એજન્સીના માણસો ગામમાં સર્વેની કામગીરી કરવા પહોંચ્યા હતા. આ અંગે જાણ થતાં જ સ્થાનિક રહીશો જાગૃત બન્યા હતા અને કલેક્ટિવ વિરોધ નોંધાવીને સર્વે કરવા આવેલા કર્મચારીઓને કામગીરી કરતા સ્થળ પર જ રોકી દીધા હતા.

મોટી સંખ્યામાં ગ્રામજનો ઉમટ્યા

સર્વેની કામગીરી અટકાવવા માટે ટૂંક સમયમાં જ મોટી સંખ્યામાં ગ્રામજનો ઘટનાસ્થળે એકઠા થઈ ગયા હતા. ગ્રામજનોએ એકસૂરે એજન્સીના માણસો સમક્ષ સવાલ ઉઠાવ્યો હતો કે આ કયા પ્રોજેક્ટ માટે સર્વે કરવામાં આવી રહ્યો છે તેની ચોક્કસ અને સ્પષ્ટ માહિતી પ્રથમ આપવામાં આવે. ગામમાં કોઈપણ સરકારી કે ખાનગી પ્રોજેક્ટ માટે ગ્રામ પંચાયત અને સ્થાનિકોને વિશ્વાસમાં લીધા વિના સર્વે થઈ શકે નહીં તેવી સ્પષ્ટ ચિમકી પણ સ્થાનિકોએ આપી હતી.

અગાઉ પણ આસપાસના ગામોમાં થયો છે સર્વેનો વિરોધ

ઉલ્લેખનીય છે કે, સરવાણી અને તેની આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં ભૂતકાળમાં પણ આવી જ રીતે જાણ કર્યા વિના થતા સર્વેનો ભારે વિરોધ નોંધાઈ ચૂક્યો છે. અગાઉના કડવા અનુભવોને ધ્યાને રાખીને સ્થાનિકો પોતાના જમીન-જંગલ અને ગામના હકો પ્રત્યે વધુ સતર્ક બન્યા છે. જ્યાં સુધી તંત્ર કે એજન્સી દ્વારા પ્રોજેક્ટ અંગે પૂરેપૂરી સુસ્પષ્ટતા કરવામાં ન આવે ત્યાં સુધી ગામમાં કોઈ પણ પ્રકારની સર્વે કામગીરી નહીં થવા દેવાનો ગ્રામજનોએ દ્રઢ નિર્ધાર વ્યક્ત કર્યો છે.

આ પણ વાંચો : Bharuch News : કર્ણાટકની જ્વેલર્સ શોપમાં ચોરીનો ભેદ ઉકેલાયો, ચોર ટોળકીના 3 સભ્યો ઝડપાયા


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *