NEET PG 2026: ઉમેદવારો માટે મોટા સમાચાર, એડમિટ કાર્ડ જાહેર થવાની તારીખ બદલાઈ, જાણો કારણ

📅 Published: August 24, 2026 | 📂 Category: India National

નેશનલ બોર્ડ ઓફ એક્ઝામિનેશન્સ ઈન મેડિકલ સાયન્સિસ (NBEMS) દ્વારા NEET PG 2026ના એડમિટ કાર્ડ જાહેર કરવાની તારીખમાં ફેરફાર કરવામાં આવ્યો છે. અગાઉ એડમિટ કાર્ડ 24 ઓગસ્ટે જાહેર થવાનું હતું, પરંતુ હવે તે 25 ઓગસ્ટ 2026ના રોજ ઉપલબ્ધ થશે. ઉમેદવારો એડમિટ કાર્ડ સત્તાવાર વેબસાઈટ પરથી પોતાના લોગિન ક્રેડેન્શિયલ્સનો ઉપયોગ કરીને ડાઉનલોડ કરી શકશે.

સત્તાવાર વેબસાઈટ પર જ માહિતી જોવી 

NBEMSના સત્તાવાર નોટિસ મુજબ, આસામ અને મેઘાલય તરફથી મળેલી વિનંતીઓ તેમજ કેટલીક અનિવાર્ય પરિસ્થિતિઓને ધ્યાનમાં રાખીને પરીક્ષા વ્યવસ્થામાં કેટલાક ફેરફાર કરવામાં આવી રહ્યા છે. આ કારણોસર એડમિટ કાર્ડ જાહેર કરવાની તારીખ એક દિવસ આગળ ધકેલવામાં આવી છે. ઉમેદવારોને સલાહ આપવામાં આવી છે કે NEET PG 2026 અંગેની માહિતી માટે માત્ર NBEMSની સત્તાવાર વેબસાઇટ પર જ વિશ્વાસ રાખે અને સોશિયલ મીડિયા પર ફેલાતી અપ્રમાણિત માહિતીથી દૂર રહે.

કેવી રીતે ડાઉનલોડ કરશો?

પરીક્ષા શહેરની માહિતી 12 ઓગસ્ટે જ જાહેર કરવામાં આવી હતી. હવે ઉમેદવારો 25 ઓગસ્ટે એડમિટ કાર્ડ ડાઉનલોડ કરી શકશે. તેના માટે સત્તાવાર વેબસાઇટ પર જઈ NEET PG 2026 વિભાગ પસંદ કરીને એડમિટ કાર્ડની લિંક પર ક્લિક કરવી પડશે. ત્યારબાદ લોગિન વિગતો દાખલ કરતાં હોલ ટિકિટ સ્ક્રીન પર દેખાશે.

30 ઓગસ્ટે યોજાશે પરીક્ષા 

NEET PG 2026ની પરીક્ષા 30 ઓગસ્ટે એક જ શિફ્ટમાં યોજાશે. આ વખતે પરીક્ષાના પેટર્નમાં ફેરફાર કરવામાં આવ્યો છે. ઉમેદવારોને 210 મિનિટમાં 180 પ્રશ્નોના જવાબ આપવાના રહેશે. અગાઉ 200 પ્રશ્નો પૂછવામાં આવતા હતા. જોકે, પરીક્ષાનો કુલ સમય યથાવત રાખવામાં આવ્યો છે. નવા પેટર્નને કારણે દરેક પ્રશ્ન માટે ઉમેદવારોને સરેરાશ થોડો વધુ સમય મળશે.

આ પણ વાંચો : CJP 5 સપ્ટેમ્બરે દિલ્હીમાં કાઢશે યુવા માર્ચ, ઈન્ડિયા ગેટથી પોલીસ હેડક્વાર્ટર સુધી યોજાશે કૂચ


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *