Nepal Landslide: થોડીક જ સેકન્ડોમાં એક આખો પર્વત થયો ધરાશાયી, મર્સ્યાંગદી નદીમાં પૂરની શક્યતા

📅 Published: September 28, 2026 | 📂 Category: India National

જ્યાં એક આખો પર્વત એક જ ક્ષણમાં તૂટી પડ્યો હતો. જેના કારણે અનેક ઘરો જમીનદોસ્ત થઈ ગયા હતા. 

પહાડ ધરાશાયી થતા લોકોમાં ગભરાટ

જ્યારે એક સુખી ઘર અને આખી જમીન આંખના પલકારામાં કાટમાળમાં ફેરવાઈ જાય છે. ત્યારે ભયભીત થવું સ્વાભાવિક છે. આ મોટા ભૂસ્ખલનને કારણે માર્સ્યાંગદી નદીમાં કાદવ અને કાટમાળનું પૂર આવ્યું છે, જેના કારણે નીચલા વિસ્તારોમાં ગંભીર પૂર આવવાનો ભય છે. જો કે, જિલ્લા વહીવટીતંત્ર કાર્યાલયે સ્પષ્ટતા કરી હતી કે નદી સંપૂર્ણપણે બંધ થઈ નથી. પરંતુ પાણીની સાથે મોટી માત્રામાં કાદવ વહેતો હોવાથી પરિસ્થિતિ અત્યંત ગંભીર છે.

આફતોની શ્રેણી વધુ ઘેરી બની 

સહાયક મુખ્ય જિલ્લા અધિકારી કૃષ્ણ પ્રસાદ પૌડેલે નદીની નજીકના વિસ્તારોમાં રહેતા નાગરિકોને સતર્ક રહેવા અને સલામત સ્થળોએ આશ્રય લેવાની કડક અપીલ કરી છે. વહીવટીતંત્ર સતત લોકોને નદીની નજીક ન જવાની અપીલ કરી રહ્યું છે. આ ભયાનક ઘટના એવા સમયે આવી છે જ્યારે નેપાળ પહેલાથી જ એક વિનાશક આફતના ઘામાંથી બહાર નીકળી રહ્યું છે. 26 ઓગસ્ટના રોજ, નેપાળના હિમાલય ક્ષેત્રમાં ગ્લેશિયરનો મોટો ભાગ તૂટી પડ્યો અને ખડકો ધસી પડ્યો, જેના કારણે ભારે પૂર અને ભૂસ્ખલન થયું. ભોટેકોશી અને ત્રિશુલી નદીઓમાં અચાનક આવેલા પૂરથી ભારે વિનાશ થયો હતો. 

સુરક્ષા અને આબોહવા સંકટ અંગે ગંભીર પ્રશ્નો

રાષ્ટ્રીય આપત્તિ જોખમ ઘટાડો અને વ્યવસ્થાપન સત્તામંડળના ડેટા અનુસાર, તે વિનાશક દુર્ઘટનામાં 1,453 લોકોએ જીવ ગુમાવ્યા છે, અને 5,200 થી વધુ લોકો હજુ પણ ગુમ છે. આ દુ:ખદ આંકડાએ ફરી એકવાર નેપાળની સુરક્ષા અને આબોહવા સંકટ અંગે ગંભીર પ્રશ્નો ઉભા કર્યા છે. યુઝર્સે લખ્યું હતુ કે, હું આવા આઘાતજનક વિસ્તારોમાં રહેતા લોકોની હિંમતને સલામ કરું છું.” બીજા વપરાશકર્તાએ બાળકો અને સ્થાનિક રહેવાસીઓને તાત્કાલિક સલામત સ્થળે ખસેડવાની વિનંતી કરી હતી.

આ પણ વાંચોઃ જન્મતાની સાથે જ બાળકને મળશે સોનાની અંગૂઠી, CM વિજયની ખાસ નવી યોજના


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *