NZ A vs IND A: ન્યૂઝીલેન્ડના બોલરોનો કહેર! ઇન્ડિયા Aના ધુરંધરો ઢેર, રાહુલ-સાઈ સુદર્શન ફ્લોપ

📅 Published: October 24, 2026 | 📂 Category: cricket

ન્યૂઝીલેન્ડના પ્રવાસે ગયેલી ઇન્ડિયા Aની ટીમ માટે પ્રથમ બિનસત્તાવાર ટેસ્ટ મેચની શરૂઆત નિરાશાજનક રહી છે. લિંકનમાં રમાઈ રહેલી આ મેચમાં ન્યૂઝીલેન્ડ Aના બોલરોએ ભારતીય બેટ્સમેનોને શરૂઆતથી જ મુશ્કેલીમાં મૂકી દીધા હતા. ટોસ જીતીને ન્યૂઝીલેન્ડ Aએ પહેલાં બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો, જે તેના બોલરોએ યોગ્ય સાબિત કર્યો હતો. ભારતીય ટીમે શરૂઆતની ઓવરોમાં જ મહત્વની વિકેટ ગુમાવી દીધી હતી. KL રાહુલ અને સાઈ સુદર્શન જેવા બેટ્સમેનો ખાતું પણ ખોલાવી શક્યા નહોતા.

KL રાહુલ અને યશસ્વી જયસ્વાલની જોડી નિષ્ફળ

ઇન્ડિયા Aની ઇનિંગની શરૂઆત KL રાહુલ અને યશસ્વી જયસ્વાલે કરી હતી. બંને પાસેથી ટીમને સારી શરૂઆતની આશા હતી, પરંતુ તેમની ભાગીદારી લાંબી ચાલી નહોતી.KL રાહુલ માત્ર 8 બોલનો સામનો કરીને ખાતું ખોલાવ્યા વિના આઉટ થયો હતો. ન્યૂઝીલેન્ડ Aના બોલર ફ્રેઝર શેટે તેને પેવેલિયનનો રસ્તો બતાવ્યો હતો. રાહુલની વિકેટ પડતાં ભારતીય ટીમ પર શરૂઆતથી જ દબાણ વધી ગયું હતું.બીજી તરફ, યશસ્વી જયસ્વાલે થોડી ધીરજ બતાવી હતી, પરંતુ તે પણ મોટી ઇનિંગ રમવામાં નિષ્ફળ રહ્યો હતો. તેણે 45 બોલમાં 2 ચોગ્ગાની મદદથી માત્ર 17 રન બનાવ્યા હતા. ઓપનિંગ જોડી નિષ્ફળ જતાં ભારતીય ટીમને મજબૂત શરૂઆત મળી શકી નહોતી.

સાઈ સુદર્શન અને ધ્રુવ જુરેલ પણ ફ્લોપ

ઓપનિંગ જોડીની નિષ્ફળતા બાદ ભારતીય ટીમને મિડલ ઓર્ડર પાસેથી આશા હતી, પરંતુ ત્યાં પણ નિરાશા મળી હતી. સાઈ સુદર્શન 13 બોલ રમ્યા બાદ ખાતું ખોલાવ્યા વિના આઉટ થયો હતો.ટીમની કમાન સંભાળી રહેલા વિકેટકીપર બેટ્સમેન ધ્રુવ જુરેલનું બેટ પણ શાંત રહ્યું હતું. તે 13 બોલમાં માત્ર 1 રન બનાવીને પેવેલિયન પરત ફર્યો હતો. સતત વિકેટ પડવાને કારણે ભારતીય ટીમની મુશ્કેલીઓ વધી હતી.

દેવદત્ત પડિક્કલે એક છેડો સંભાળ્યો

ભારતીય બેટ્સમેનો એક પછી એક વિકેટ ગુમાવી રહ્યા હતા ત્યારે દેવદત્ત પડિક્કલે એક છેડો સંભાળવાનો પ્રયાસ કર્યો હતો. તેણે 77 બોલમાં 5 ચોગ્ગાની મદદથી 32 રન બનાવ્યા હતા. જોકે, તે પોતાની ઇનિંગને મોટી રમતમાં ફેરવી શક્યો નહોતો.ન્યૂઝીલેન્ડ A તરફથી જેક ગિબ્સને શાનદાર બોલિંગ કરીને સૌથી વધુ 3 વિકેટ ઝડપી હતી. સાઇમન કીનને 2 વિકેટ મળી હતી, જ્યારે ફ્રેઝર શેટે 1 વિકેટ ઝડપી હતી. આ રીતે ન્યૂઝીલેન્ડ Aના બોલરોએ ભારતીય બેટિંગ પર દબાણ જાળવી રાખ્યું હતું.

ઇન્ડિયા Aની પ્લેઇંગ ઇલેવન

ઇન્ડિયા A: યશસ્વી જયસ્વાલ, KL રાહુલ, દેવદત્ત પડિક્કલ, સાઈ સુદર્શન, ધ્રુવ જુરેલ, યશ રાઠોડ, વોશિંગ્ટન સુંદર, અંશુલ કંબોજ, આકીબ નબી, આકાશ દીપ અને મુકેશ ચૌધરી.

ન્યૂઝીલેન્ડ A: રાઇસ મારિયુ, કર્ટિસ હેફી, ટિમ રોબિન્સન, મેથ્યુ બોયલ, ડીન ફોક્સક્રોફ્ટ, મિચેલ હે, સાઇમન કીન, ક્રિસ્ટિયન ક્લાર્ક, ફ્રેઝર શેટ, જેડન લેનોક્સ અને જેક ગિબ્સન.

આ પણ વાંચો – Pratika Rawalએ ઝિમ્બાબ્વે સામે મચાવ્યો તરખાટ, વનડેમાં ફટકારી કારકિર્દીની ત્રીજી સદી


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *