ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે રમાઈ રહેલી T20 શ્રેણીની બીજી મેચ પહેલાં ટીમ ઇન્ડિયાની પ્લેઇંગ ઇલેવનને લઈને ચર્ચા તેજ બની છે. પ્રથમ મેચમાં ભારતીય ટીમે શાનદાર બેટિંગ કરીને ઐતિહાસિક રનચેઝ સાથે જીત મેળવી હતી. જોકે, વિકેટકીપર બેટ્સમેન ઈશાન કિશન ગ્રોઇન ઈજાને કારણે બીજી T20 મેચમાંથી બહાર થઈ ગયો છે. તેના કારણે ભારતીય ટીમના અંતિમ અગિયારમાં ફેરફાર થવાની શક્યતા છે.હવે સૌથી મોટો સવાલ એ છે કે ઈશાનની જગ્યાએ યુવા બેટ્સમેન વૈભવ સૂર્યવંશીને તક મળશે કે નહીં? બીજી મેચ પહેલાં વૈભવ અને અભિષેક શર્માએ નેટ્સમાં પ્રેક્ટિસ કરીને ચાહકોનું ધ્યાન ખેંચ્યું છે.
વૈભવ અને અભિષેકે નેટ્સમાં કરી જોરદાર પ્રેક્ટિસ
બીજી T20 મેચ પહેલાં ક્રાઇસ્ટચર્ચમાં ભારતીય ખેલાડીઓએ વૈકલ્પિક પ્રેક્ટિસ સત્રમાં ભાગ લીધો હતો.આ દરમિયાન વૈભવ સૂર્યવંશી અને અભિષેક શર્મા મેદાનમાં પરસેવો વહાવતા જોવા મળ્યા હતા.ઈશાન કિશન ઈજાને કારણે બહાર થતાં વૈભવને તક મળવાની શક્યતા વધી છે. જોકે, તેને પ્લેઇંગ ઇલેવનમાં સામેલ કરવામાં આવશે કે નહીં તે અંગે અંતિમ નિર્ણય ટીમ મેનેજમેન્ટ લેશે.વૈકલ્પિક પ્રેક્ટિસ સત્રમાં પ્રિન્સ યાદવ,શિવમ દુબે,વરુણ ચક્રવર્તી અને કુલદીપ યાદવ સહિતના ખેલાડીઓએ પણ ભાગ લીધો હતો. હવે સૌની નજર બીજી મેચ માટે જાહેર થનારી અંતિમ ટીમ પર છે.
શું વૈભવ સૂર્યવંશી કરશે ઓપનિંગ?
જો વૈભવ સૂર્યવંશીને પ્લેઇંગ ઇલેવનમાં સ્થાન મળે, તો ભારતીય ટીમના બેટિંગ ક્રમમાં પણ ફેરફાર જોવા મળી શકે છે. સંભવિત રીતે વૈભવ સૂર્યવંશી અને અભિષેક શર્મા ઓપનિંગની જવાબદારી સંભાળી શકે છે.આ સ્થિતિમાં સંજુ સેમસન ત્રીજા ક્રમે બેટિંગ કરવા ઉતરી શકે છે. જોકે, આ માત્ર સંભવિત બેટિંગ ક્રમ છે અને અંતિમ નિર્ણય ટીમ મેનેજમેન્ટ પર નિર્ભર રહેશે.વૈભવને તક મળે તો તેની આક્રમક બેટિંગનો લાભ ભારતને મળી શકે છે. બીજી તરફ અભિષેક શર્મા પણ ઝડપી શરૂઆત અપાવવા માટે જાણીતા છે. બંને યુવા બેટ્સમેનોની જોડી ભારતીય ટીમને પાવરપ્લેમાં મોટો સ્કોર બનાવવામાં મદદ કરી શકે છે.
ભારતીય ટીમમાં કેટલા ફેરફાર થશે?
પ્રથમ T20માં જીત મેળવ્યા બાદ ભારતીય ટીમ મેનેજમેન્ટ મોટાપાયે ફેરફાર કરવાનું ટાળી શકે છે. ઈશાન કિશનની ગેરહાજરીને કારણે એક ફેરફાર થવાની શક્યતા સૌથી વધુ છે.જો વૈભવને તક મળે, તો બાકીના ખેલાડીઓમાં ફેરફાર થવાની શક્યતા ઓછી દેખાય છે. જોકે, પીચની સ્થિતિ, ખેલાડીઓની ફિટનેસ અને ટીમની જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને અંતિમ અગિયાર નક્કી કરવામાં આવશે.
બીજી T20 માટે ભારતની સંભવિત પ્લેઇંગ ઇલેવન
અભિષેક શર્મા, વૈભવ સૂર્યવંશી, સંજુ સેમસન, શ્રેયસ ઐયર, તિલક વર્મા, નમન ધીર, અક્ષર પટેલ, નીતિશ રેડ્ડી, ભુવનેશ્વર કુમાર, અર્શદીપ સિંહ, મયંક યાદવ,
ફેન્સની નજર વૈભવ પર
વૈભવ સૂર્યવંશીને અગાઉની શ્રેણીમાં રમવાની તક મળી નહોતી. હવે ઈશાન કિશનની ઈજાને કારણે તેના માટે ટીમમાં સ્થાન મેળવવાની સંભાવના વધી છે. જો તેને ન્યૂઝીલેન્ડ સામેની બીજી T20માં રમવાની તક મળે, તો તે પોતાની બેટિંગથી પ્રભાવ પાડવા ઇચ્છશે.ભારતીય ટીમ માટે શ્રેણીમાં લીડ મજબૂત કરવાની આ સારી તક છે. હવે જોવાનું એ રહેશે કે ટીમ મેનેજમેન્ટ વૈભવને મેદાનમાં ઉતારે છે કે પછી કોઈ બીજા ખેલાડીને તક આપે છે.
આ પણ વાંચો – Pat Cumminsનો મોટો સંકેત! હાર બાદ ઓસ્ટ્રેલિયાની પ્લેઇંગ-11માં ફેરફારની તૈયારી
