ODI સિરીઝ પહેલાં ન્યૂઝીલેન્ડને મોટો ઝટકો, 2 સ્ટાર ખેલાડી બહાર!

📅 Published: November 2, 2026 | 📂 Category: cricket

ભારત સામેની T20 સિરીઝ ગુમાવ્યા બાદ ન્યૂઝીલેન્ડ ક્રિકેટ ટીમને વનડે સિરીઝ શરૂ થાય તે પહેલાં જ ખૂબ મોટો ફટકો પડ્યો છે. આગામી 4 નવેમ્બરથી ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે 5 મેચની વનડે સિરીઝનો પ્રારંભ થવા જઈ રહ્યો છે. પરંતુ, આ મહત્વપૂર્ણ શ્રેણી શરૂ થાય તે પૂર્વે જ કિવી ટીમના બે સૌથી મહત્વના મેચ-વિનર ખેલાડીઓ ઇજાના કારણે આખી વનડે સિરીઝમાંથી બહાર થઈ ગયા છે.

રાચિન રવીન્દ્ર અને માર્ક ચેપમેન ઈજાના કારણે બહાર

ભારત સામેની વનડે સિરીઝ પહેલાં ન્યૂઝીલેન્ડ માટે સૌથી મોટા સમાચાર એ છે કે રાચિન રવીન્દ્ર અને માર્ક ચેપમેન હવે મેદાનમાં જોવા મળશે નહીં. બંને ખેલાડીઓ ઈજાની સમસ્યાનો સામનો કરી રહ્યા છે.રાચિન રવીન્દ્ર ખભાની ઈજાથી પરેશાન છે. તેઓ હજુ સુધી સંપૂર્ણ રીતે સ્વસ્થ થયા નથી. બીજી તરફ માર્ક ચેપમેન હેમસ્ટ્રિંગની ઈજાના કારણે ટીમની બહાર થયા છે. તેમના MRI સ્કેનમાં જાણવા મળ્યું છે કે ડાબી હેમસ્ટ્રિંગની ઈજામાંથી સંપૂર્ણ રીતે સાજા થવા માટે હજુ લગભગ 2 અઠવાડિયાનો સમય લાગી શકે છે.આવી સ્થિતિમાં બંને ખેલાડીઓ ભારત સામેની વનડે સિરીઝમાં રમી શકશે નહીં. ન્યૂઝીલેન્ડ માટે આ મોટો ફટકો છે, કારણ કે બંને ખેલાડીઓ બેટિંગમાં ટીમને મજબૂતી આપે છે. હવે ટીમ મેનેજમેન્ટે તેમના વિકલ્પો શોધવા પડશે.

ટિમ સાઇફર્ટને મળી મોટી તક

રાચિન રવીન્દ્ર અને માર્ક ચેપમેન બહાર થયા બાદ ન્યૂઝીલેન્ડની ટીમમાં કેટલાક ફેરફાર કરવામાં આવ્યા છે. ટીમના અન્ય 3 ખેલાડીઓને લઈને પણ મહત્વની અપડેટ સામે આવી છે.ટિમ સાઇફર્ટને હવે આખી વનડે સિરીઝમાં રમવાની તક મળશે. અગાઉ તેમની પસંદગી માત્ર છેલ્લી 2 વનડે મેચ માટે કરવામાં આવી હતી. પરંતુ રાચિન અને ચેપમેન બહાર થતાં હવે તેમને સમગ્ર સિરીઝ માટે ટીમમાં સામેલ કરવામાં આવ્યા છે.


હેનરી નિકોલ્સ અને ડીન ફોક્સક્રોફ્ટની પણ એન્ટ્રી

ન્યૂઝીલેન્ડે હેનરી નિકોલ્સને પણ ટીમમાં સામેલ કર્યા છે. તેઓ વનડે સિરીઝની પ્રથમ 3 મેચ માટે ટીમનો ભાગ બનશે. તેમના અનુભવથી ટીમને ફાયદો થઈ શકે છે.બીજી તરફ ડીન ફોક્સક્રોફ્ટ હાલમાં ભારત-A સામેની બિનસત્તાવાર ટેસ્ટ મેચમાં રમી રહ્યા છે. તેઓ છેલ્લી 2 વનડે મેચ માટે ન્યૂઝીલેન્ડની ટીમ સાથે જોડાશે.આ રીતે ઈજાના કારણે બે મહત્વના ખેલાડીઓ બહાર થયા બાદ ન્યૂઝીલેન્ડે ટીમમાં નવા ખેલાડીઓને તક આપી છે. હવે જોવાનું રહેશે કે ભારતીય ટીમ સામે કિવી ખેલાડીઓ કેવું પ્રદર્શન કરે છે.

આ પણ વાંચો –Arshdeep Singhને પૈસા માટે ડેટ કરવાના આરોપો પર ભડકી સમરીન કૌર, ટ્રોલર્સને આપ્યો જડબાતોડ જવાબ!


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *