Pakistan એટલે ધબકડો! રાજકીય ડખામાં ખોરંભે ચડ્યું ક્રિકેટ, બે મેચનું બદલવું પડ્યું વેન્યૂ

📅 Published: October 12, 2026 | 📂 Category: cricket

પાકિસ્તાનમાં ચાલી રહેલી ગંભીર વહીવટી અને રાજકીય અસ્થિરતાની સીધી અસર હવે ત્યાંના સ્થાનિક ક્રિકેટ પર પણ પડવા લાગી છે. સુરક્ષા વ્યવસ્થા અને તણાવપૂર્ણ સ્થિતિને ધ્યાનમાં રાખીને પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ એ એક મોટો નિર્ણય લીધો છે. PCBએ પ્રતિષ્ઠિત પ્રેસિડેન્ટ્સ ટ્રોફી ગ્રેડ-1ની પેશાવર અને એબટાબાદમાં યોજાનારી આગામી મેચોના સ્થળો તાત્કાલિક ધોરણે બદલી નાખ્યા છે. આ તમામ હાઈ-પ્રોફાઈલ મેચો હવે શેખુપુરા અને લાહોરમાં રમાડવામાં આવશે.

રાજકીય કટોકટી અને ગવર્નર શાસનનો ખતરો

આ મોટો ફેરફાર એવા સમયે કરવામાં આવ્યો છે જ્યારે પાકિસ્તાનના અશાંત ગણાતા ખૈબર પખ્તૂનખ્વા પ્રાંતમાં કટોકટી જાહેર કરવા અને રાજ્યપાલ શાસન (ગવર્નર શાસન) લાગુ કરવાની અટકળો તેજ બની છે. પેશાવર અને એબટાબાદ બંને શહેરો આ જ હિંસક પ્રાંતમાં આવેલા છે. ખેલાડીઓની સુરક્ષા સાથે કોઈ સમજૂતી ન કરવા માટે PCBએ ઉતાવળમાં આ આયોજન બદલ્યું છે. જો કે, ઇસ્લામાબાદ અને રાવલપિંડીમાં રમાનારી મેચો તેના પૂર્વ નિર્ધારિત શેડ્યૂલ પ્રમાણે જ રમાશે.

અંતિમ તબક્કાની મેચો પણ પાછી ઠેલાઈ

સ્થળ બદલાવાની સાથે ટુર્નામેન્ટના શિડ્યુલને પણ મોટો ઝટકો લાગ્યો છે. હવે પ્રેસિડેન્ટ્સ ટ્રોફીના અંતિમ તબક્કાની મેચો અગાઉના સમયપત્રક કરતા 1 દિવસ મોડી એટલે કે 19 ઓક્ટોબરથી શરૂ થશે. આ ફેરફારના કારણે બોર્ડ અને ટીમોના વહીવટી આયોજનમાં મોટી મુશ્કેલીઓ ઊભી થઈ છે.

14 ઓક્ટોબરથી આ નવા સ્થળો પર રમાશે મેચ
પ્રથમ મેચ પેશાવરના ઇમરાન ખાન સ્ટેડિયમમાં રમાનારી ગની અને હૈદરાબાદ કિંગ્સમેન એકેડમી વચ્ચેની મેચ હવે શેખુપુરાની રાણા નવીદ એકેડમીમાં રમાશે.ત્યારે  બીજી એબટાબાદ ક્રિકેટ સ્ટેડિયમની એસએનજીપીએલ અને ઓજીડીસીએલ વચ્ચેની ટક્કર હવે લાહોરના LCCA ગ્રાઉન્ડપર યોજાશે.
ક્રિકેટ ફેન્સ અને PSL ના પ્લાનિંગને મોટો ઝટકો

પેશાવર અને એબટાબાદના સ્ટેડિયમોનું તાજેતરમાં જ મોટા પાયે નવીનીકરણ કરવામાં આવ્યું હતું અને ત્યાં કાયદે આઝમ ટ્રોફીની 9 સફળ મેચો પણ રમાઈ હતી. એટલું જ નહીં, પેશાવરને આ વર્ષે પ્રથમ વખત પાકિસ્તાન સુપર લીગની હોસ્ટિંગ સોંપવાની પણ તૈયારી હતી.પરંતુ પાકિસ્તાનની આ આંતરિક લડાઈ અને રાજકીય ડ્રામાના કારણે ક્રિકેટ ફરી એકવાર પાછળ ધકેલાઈ ગયું છે. હવે જોવાનું એ રહેશે કે પાકિસ્તાનની આ સ્થિતિ સુધરે છે કે આગામી દિવસોમાં અન્ય મેચો પણ રદ કરવી પડે છે.

આ પણ વાંચો – Shreyas Iyerએ T20માં એવો રેકોર્ડ તોડ્યો કે આખી દુનિયા ચોંકી ગઈ


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *